April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

પ્રદેશ પ્રભારી વિનોદ સોનકરની ઉપસ્‍થિતિમાં ખરડપાડાના સરપંચ દામુભાઈ બડઘા સહિત તમામ સભ્‍યોએ બાંધેલી ભાજપની કંઠીઃ વિકાસની રાજનીતિ ઉપર મહોર

ખરડપાડાના પૂર્વ સરપંચ પાતાભાઈ સહિત સેંકડો લોકો ભાજપમાં જોડાતા છેલ્લા 30 વર્ષથી ડેલકર પરિવારના એક ધારા રહેલા વર્ચસ્‍વ ઉપર લાગેલું પૂર્ણવિરામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા. 14 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપના પ્રભારી શ્રી વિનોદ સોનકરે આજે સેલવાસની મુલાકાત લીધી હતી અને ખરડપાડા ગ્રામ પંચાયતના લુહારી ખાતે આયોજીત કાર્યક્રમમાં શિવસેના સમર્થક સેંકડો કાર્યકરોએ સરપંચ શ્રી દામુભાઈ જેઠિયાભાઈ બડઘા અને પૂર્વ સરપંચ શ્રી પાતાભાઈના નેતૃત્‍વમાં ભાજપની કંઠી બાંધી હતી.
આજે ખરડપાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દામુભાઈ જેઠિયા બડઘા, શ્રી પાતાભાઈ સહિતનાએ ભાજપમાં પ્રવેશ કરતા વર્તમાન સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર પરિવારના 30 વર્ષના એક ધારા વર્ચસ્‍વ ઉપર પણ પૂર્ણવિરામ મુકાયું છે. આ ઓપરેશનને સફળ બનાવવામાં પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ સહિત સમગ્ર ભાજપની ટીમનો સિંહફાળો રહ્યો છે.
આજે ભાજપની કંઠી બાંધનારાઓમાં ખરડપાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી ઈશ્વરભાઈ તુલજીભાઈ મહાકુડિયા, સભ્‍ય શ્રીમતી લલીતાબેન પ્રવિણભાઈ પંચાલકર, શ્રીમતી ધાકલુબેન પ્રકાશભાઈ પાસાર્યા, શ્રીમતી હેતલબેન મુકેશભાઈ ભગત, શ્રી શૈલેષભાઈ બાલુભાઈ ગરાસિયા સહિત સેંકડો કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. ખરડપાડા ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતના સભ્‍ય, સરપંચ, ઉપ સરપંચ, પંચાયત સભ્‍ય સહિત ગ્રામજનો સાથે ભાજપમય બની ગઈ છે.
આ પ્રસંગે પ્રદેશ પ્રભારી શ્રી વિનોદ સોનકરે ખુશી વ્‍યક્‍ત કરતાજણાવ્‍યું હતું કે, સમગ્ર દેશમાં યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિ સાથે જોડાવાનો જુવાળ ચાલી રહ્યો છે તેમાં દાદરા નગર હવેલીની ખરડપાડા ગ્રામ પંચાયત પણ સામેલ થઈ છે. તેમણે કોંગ્રેસ અને શિવસેના મુક્‍ત દાદરા નગર હવેલી બનવાની સાથે હવે પ્રદેશની વિકાસની રફતાર પણ તેજ બનશે અવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ સહિત દરેકને અભિનંદન પણ આપ્‍યા હતા.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલે જણાવ્‍યું હતું કે, ભાજપ પરિવારમાં એક વધુ ગ્રામ પંચાયત સામેલ થવાથી અમારા હાથ વધુ મજબુત થયા છે. આદરણિય પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં ભાજપ સરકાર પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયના અંત્‍યોદયના સિદ્ધાંત ઉપર કામ કરી રહી છે.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, મહામંત્રી શ્રી મહેશભાઈ ગાવિત, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, શ્રી રાજેશ સોલંકી, શ્રી રાજેશ વરઠા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિશા ભવર, શ્રી દિપક પ્રધાન સહિત જિલ્લા પંચાયતના સભ્‍યો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

દાદરા નગર હવેલી અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી વિનોદ સોનકરની અધ્‍યક્ષતામાં ખાનવેલજિલ્લા મંડળ પ્રમુખો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેઓએ મંડળના હોદ્દેદારોને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્‍યું હતું અને તેઓની વાતો પણ સાંભળી હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, પ્રદેશ મહામંત્રી શ્રી મનીષ દેસાઈ, શ્રી મહેશ ગાવિત, જિલ્લા પ્રમુખ શ્રી સંજય રાઉત સહીત મંડળ પ્રમુખો ઉપસ્‍થિત રહ્યા હતા તે વેળાની તસવીર.

Related posts

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં રાજ્‍યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્‍યના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળે તે માટે રાજ્‍ય સરકારનો મહત્‍વપૂર્ણ નિર્ણય

vartmanpravah

કોવિડ-19ના રોકથામ હેતુ પૂર્વ તૈયારીના ભાગરૂપે સંઘપ્રદેશમાં દાનહ અને દમણ-દીવની સરકારી હોસ્‍પિટલોમાં મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

દાભેલના ઘેલવાડ ફળિયાની એક દુકાનમાંથી દમણ એક્‍સાઈઝ વિભાગે જપ્ત કરેલો દારૂ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવમાં ઘરે ઘરે 2024ના કેલેન્‍ડર વિતરણ અભિયાનનો જુસ્‍સાભેર આરંભ

vartmanpravah

સેલવાસમાં એસી રીપેરીંગની દુકાનમાં 10 હજારની ચોરી

vartmanpravah

વાપી ડુંગરી ફળીયા ભંગારના ગોડાઉનમાં આગ: અન્‍ય ત્રણ ગોડાઉન પણ આગની લપેટમાં

vartmanpravah

Leave a Comment