April 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવલસાડ

ડાંગ, ધરમપુર વિસ્‍તારમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટનો ભભુકેલો વિરોધ

છ જેટલા સુચિત ડેમો બનશે તો 50 હજાર આદિવાસીને અસર થશે : કોંગ્રેસ નેતાઓ ઠેર ઠેર સભા યોજી મેદાને

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14
તાજેતરમાં કેન્‍દ્રીય નાણામંત્રીએ નવિન બજેટમાં ગુજરાતની પાર-નર્મદા-તાપી નદી લિંક પ્રોજેક્‍ટ બનાવવાની જોગવાઈ અને જાહેરાત કરી હતી. જેના પ્રત્‍યાઘાત પૂર્વ આદિવાસી પટ્ટી ડાંગ-ધરમપુર વિસ્‍તારમાં પડવા શરૂ થયા છે. કોંગ્રેસી નેતાઓ, ધારાસભ્‍ય ઠેર ઠેર સભાઓ યોજી વિરોધનો વંટોળ ઉભો કરી રહ્યા છે.
ભારત સરકારના નાણામંત્રી સિતારમણે 2022-23નું કેન્‍દ્રીય બજેટ તાજેતરમાં સંસદમાં રજૂ કરેલું. જેમાં દેશમાં કેટલીક નદીઓને જોડવા રીવર લિંક યોજનાઓ બજેટમાં જોગવાઈ કરાઈ છે. જે પૈકી ગુજરાતની દમણગંગા, ઔરંગા, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટની જોગવાઈ સાથે નાણા ફાળવણી કરી છે. કેન્‍દ્ર સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણય બાદ દક્ષિણ ગુજરાત ખાસ કરીને પૂર્વ આદિવાસી પટ્ટી ડાંગ અને ધરમપુર વિસ્‍તારમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે તેનું કારણ કે ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. ડાંગમાં વઘઈ-વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ સહિત ધરમપુર વિસ્‍તારના ગામોમાં સભાઓ યોજીરહ્યા છે અને લોકોને જણાવી રહ્યા છે કે આ યોજનામાં છ જેટલા ડેમ બનશે અને 50 હજાર ઉપરાંત આદિવાસીને અસર થશે. ઘણા ગામો ડૂબાણમાં જશે અને જમીનો પણ જશે. ડાંગમાં ત્રણ અને ધરમપુરમાં પૈખડ, ચાસ માંડવા, મોહના કાચવાળીમાં ડેમો બનનાર છે. ધરમપુર વિસ્‍તારમાં તા.પં. અપક્ષ સભ્‍ય કલ્‍પેશ પટેલ તથા ધારાસભ્‍ય અનંત પટેલ ભરૂચના રાજ વસાવા જેવા નેતાઓએ આંદોલનના રણશિંગા ફૂંકી દીધા છે. વિરોધ સાથે આદિવાસીઓ ઠરાવો પણ કરી રહ્યા છે. આગામી સમયે આંદોલન જોર પકડે તેવી નૂકચેતીઓ નજરાઈ રહી છે.

Related posts

વલસાડ સિવિલ હોસ્‍પિટલના 150 ઉપરાંત ઈન્‍ટર્ન ડોક્‍ટરો હડતાલ પર ઉતર્યા કોવિડના સમયે જાહેર કરાયેલ ઈન્‍સેટીવ નહી ચુકવતા ડોક્‍ટરોએ બીજી વખત પાડી હડતાલ

vartmanpravah

વલસાડમાં એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે દારૂ ભરેલી કારનો પીછો કરતા ચાલક કારને ખનકીમાં ઉતારી ભાગી છૂટયો

vartmanpravah

દીવમાં કોરોના પોઝિટિવના બે કેસ નોંધાતા કુલ ચાર કેસ સક્રિય

vartmanpravah

દાનહઃ વાસોણામાં મોબાઈલની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર યુવાન ઝડપાયો

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરીફાઈનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણમાં ‘વિભાજનની ભયાનકતા’ના સ્‍મરણ દિવસ નિમિત્તે યોજાયેલ મૌન રેલી

vartmanpravah

Leave a Comment