September 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

સમરોલી ગામે રહેતી પરિણીત મહિલા ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી ખાતે રહેતા આશીષકુમાર પંચાલ (રહે. ફલેટ નં-501 ચિત્રકૂટ રેસિડેન્‍સી સોસાયટી તા.ચીખલી) એ આપેલ ફરિયાદમાં જણાવ્‍યાનુસાર આશીષભાઈની પત્‍ની રશ્‍મીકાબેન પંચાલ (ઉ.વ. 38) જે તા.15/10/2022ની સવારના સમયે ઘરના મુખ્‍ય દરવાજાને લોક મારી ઘરથી કોઈને પણ કહ્યા વગર નીકળી જતા પતિ દ્વારા આજુબાજુ તેમજ સગા સબંધીને ત્‍યાં શોધખોળ કરતા કોઈ ભાળ મળી ન હતી. ગુમ થનાર રશ્‍મીકાબેન પંચાલને મગજની તકલીફ થયેલ હોય અને તેણીની દવા ચાલતી હતી. જેથી માનસિક સ્‍થિતિના કારણે કયાંક ચીખલીથી બસમાં બેસી વલસાડ તરફ જતી રહી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
વધુમાં ગુમ થનાર રશ્‍મિકાબેને શરીરે રાખોડી કલરનો ડ્રેસ પહેરેલ છે. અને આછો કેસરી કલરનો દુપટ્ટો અને કમરે કાળા કલરનો પાયજામો પહેરેલ છે. બનાવની વધુ તપાસ હે.કો.સંદીપસિંહ ભૂપતસિંહ કરી રહ્યા છે.

Related posts

મહારાષ્ટ્રમાં સંક્રમણ અોછું થતા વાપી ડેપોઍ મુંબઈની ચાર ટ્રીપ શરૂ કરી

vartmanpravah

ચીખલી તાલુકામાં સરપંચ અને સભ્‍યોના ઉમેદવારી પત્રકો પરત ખેંચવાના દિવસે એક માત્ર હોન્‍ડ ગ્રામ પંચાયત સમરસ બની

vartmanpravah

ધરમપુર ડેપોએ મોરખલ, દાબખલના પાસ બંધ કરી દેતા સેલવાસ નોકરી જતા સેંકડો કર્મચારીઓ મુશ્‍કેલીમાં મુકાયા

vartmanpravah

સામરવરણી ગાર્ડન સીટી સોસાયટીની સામે બસ ચાલકે બસમા જ ગળે ફાંસો લગાવી કરી આત્‍મહત્‍યા

vartmanpravah

દાનહના સામરવરણી ચાર રસ્‍તા નજીક અકસ્‍માતમાં દમણના એક યુવાનનું ઘટના સ્‍થળે જ મોત

vartmanpravah

રેલવેનો અજબ ગજબનો નિયમ કરમબેલાથી વાપી પેસેન્‍જર ટ્રેનમાં એક્‍સપ્રેસ ટ્રેનનું ભાડું લાગે છે

vartmanpravah

Leave a Comment