October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતીએ રન ફોર યુનિટી યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ, વાપીમાં કોલેજમાં રાષ્‍ટ્રીય સેવા યોજના યુનિટ (એન.એસ.એસ.) અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતી નિમિતે ‘‘રન ફોર યુનિટી” નું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં મોટી સંખ્‍યામાં એન.એસ.એસ.ના સ્‍વયંસેવકો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અને સ્‍ટાફગણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. તેમજ ભારત દેશના વિકાસ માટે દેશના જાગૃત નાગરિક તરીકે વિકાસની દરેક યોજનાઓનો એક જુથ થઈને સહકાર આપશે તેવા નિર્ણય સાથે સમાજના લોકોને પણ એક જૂથ થવા માટે પ્રતિજ્ઞા લીઘી હતી. આ કાર્યક્રમનું આયોજન પ્રોગ્રામ ઓફિસર ડો.ખુશ્‍બુ બી. દેસાઈ દ્વારા કરવામાં આવ્‍યુ હતું. આ કાર્યક્રમમાં શ્રીમતિ સુવર્ણા બેંડાલે, કું. અલ્‍પના મિશ્રા અને રોહિત સિંગે સહકાર આપ્‍યો હતો. તેમજ સરદાર પટેલ જન્‍મ જયંતી નિમિતે જ ઓનલાઈન ક્‍વિઝનું એન.એસ.એસ. ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્‍યુ હતું.જેમાં સમગ્ર ભારત દેશમાંથી 275 જેટલા સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. આમ સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો.પૂનમ બી. ચૌહાણે ભાગ લીધેલ દરેક સ્‍વયંસેવકો તેમજ પ્રોગ્રામ ઓફિસર અને સ્‍ટાફ મિત્રોનો આભાર વ્‍યકત કરી દેશના વિકાસ માટે એક જૂથ થવા આહવાન આપ્‍યુ હતું.

Related posts

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ફિઝિક સ્‍પર્ધામાં ડંકો વગાડ્‍યો

vartmanpravah

કુવૈતમાં યોજાયેલ એશિયન યુથ એથ્‍લેટિક્‍સ ચેમ્‍પિયનશીપમાં બે સિલ્‍વર મેડલ જીતવા બદલ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની દિકરી મુબાસીન મોહમ્‍મદને રૂા.10 લાખ અને કોચને રૂા.2.5 લાખના ઈનામની કરેલી જાહેરાત

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલિશન કરાયું

vartmanpravah

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રા અને આઈ.પી.એસ. અનુજ કુમારની જમ્‍મુ કાશ્‍મીર બદલી

vartmanpravah

લક્ષદ્વીપના બંગારામ ટાપુની મુલાકાત લઈ કુદરતીનજારાનો આવિષ્‍કાર કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ

vartmanpravah

કોલવેરા : કોલક નદીનું ઉદગમ સ્થાન અને કોલવેરા ડુંગરનો પ્રાચીન ઈતિહાસ

vartmanpravah

Leave a Comment