August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણ ખાતે એક 15 વર્ષિય સગીરા સાથે પડોશમાં જ રહેતા યુવાને કરેલું દુષ્‍કર્મઃ આરોપી ફરાર

પીડિત સગીરાને મરવડ હોસ્‍પિટલ તપાસ માટે લઈ જવાના બહાના હેઠળ પોતાના સંબંધીના બંધ ઘરમાં લઈ જઈ કરેલો બળાત્‍કાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : નાની દમણ ખાતે એક 15 વર્ષિય સગીરા બાળકીસાથે પડોશમાં રહેતા એક યુવક દ્વારા દુષ્‍કર્મ કરાયું હોવાની ઘટના પ્રકાશમાં આવતાં પોલીસે આરોપી સામે આઈપીસીની 376 તથા પોક્‍સો એક્‍ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. આરોપી યુવક ફરાર થઈ ગયો હોવાની માહિતી સાંપડી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દુષ્‍કર્મ પીડિતા સગીરા બાળકીની માતાએ આજે નાની દમણ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ પોતાનો પાડોશી મૂળ યુ.પી.નો રહેવાસી બાળકીને મરવડ હોસ્‍પિટલ ખાતે તપાસ કરવાના બહાને સવારે 10:00 વાગ્‍યે લઈ ગયો હતો. પરંતુ આરોપીએ સગીરાને હોસ્‍પિટલમાં લઈ જવાની જગ્‍યાએ પોતાના સંબંધીના બંધ પડેલા એક ઘરમાં લઈ જઈ પીડિત સગીરા સાથે બળાત્‍કાર અને દુષ્‍કર્મ કર્યું હતું. સગીરાએ પોતાની વ્‍યથા માતાને બતાવતા માતાએ પોલીસ સ્‍ટેશનમાં આરોપી પડોશી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
નાની દમણ પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પી.એસ.આઈ. શ્રી વિશાલ પટેલના નેતૃત્‍વમાં આ ઘટનાની તપાસ પી.એસ.આઈ. શ્રીમતી સેજલ પટેલ કરી રહી છે.

Related posts

મહારાષ્‍ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ દમણ-દીવ ભાજપના કાર્યકરોનો પણ બુલંદ બનેલો જોમ અને જુસ્‍સો

vartmanpravah

સેલવાસ મુલાકાતને વધાવવા દાનહની તિઘરા ઉચ્‍ચ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીએ રંગોળી દ્વારા પ્રધાનમંત્રીની તસવીરનો આપેલો આકાર

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે સાદડવેલથી દારૂ ભરેલ કાર ઝડપી

vartmanpravah

વલોટી ગામની પરિણીતા ચીખલીના બામણવેલ ગામેથી ગુમ થતાં ફરિયાદ નોંધાઇ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના તમામ સભ્‍યોએ પ્રમુખ-ઉપ પ્રમુખ નિયુક્‍ત કરવાનો ભાજપ હાઈકમાન્‍ડને સુપ્રત કરેલો અધિકાર

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment