October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશની તમામ સરકારી શાળાઓ આધુનિક સંસાધનોથી સજ્જઃ શિક્ષણની ગુણવત્તામાં પણ થઈ રહેલો ઉત્તરોત્તર વધારોઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

રોટરી ક્‍લબ દમણ દ્વારા આયોજીત નેશન બિલ્‍ડર્સ એવોર્ડ્‌સના ઉપક્રમે દમણના 86 શિક્ષકો અને 43 પ્રિન્‍સિપાલોને સન્‍માનિત કર્યા

રોટરી ક્‍લબે દમણમાં શિક્ષણ ક્ષેત્રે પોતાના જીવનના અમૂલ્‍ય 38 વર્ષનું અભૂતપૂર્વ યોગદાન આપનાર શિક્ષિકા હર્ષાબેન પંડયાનું લાઈફ ટાઈમ એચિવમેન્‍ટ એવોર્ડથી કરવામાં આવેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : 16મી સપ્‍ટેમ્‍બર સોમવારના રોજ નાની દમણના કોળી પટેલ સમાજના સભાખંડમાં શિક્ષણ વિભાગના સહયોગથી રોટરી ક્‍લબ દમણે દમણના 86 શિક્ષકો અને 43 પ્રિન્‍સિપાલોને નેશનલ બિલ્‍ડર્સ એવોર્ડ આપી સન્‍માનિત કર્યા હતા.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલે રોટરી ક્‍લબ દમણની પહેલની સરાહના કરતા જણાવ્‍યું હતું કે, પબ્‍લિક પ્રાઈવેટ પાર્ટનરશીપનું આ એક ઉત્તમ દૃષ્‍ટાંત છે અને તેમણે ક્‍લબના પ્રમુખને આ પ્રકારના કાર્યક્રમને પ્રદેશના બાકી રહેલા બે જિલ્લાઓમાં પણ શરૂ કરવા સૂચન કર્યું હતું. શ્રી જતિન ગોયલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, આજે પ્રદેશની દરેક સરકારી શાળાઓ આધુનિક સંસાધનોથી સજ્જ બની છે અને શિક્ષણની ગુણવત્તામાં પણ ઉત્તરોત્તર સુધારો જોવા મળી રહ્યો છે. તેની પાછળ શિક્ષકોની પણ મહેનત હોવાનુંજણાવી તેમણે સમગ્ર પ્રદેશના શિક્ષક આલમની પ્રશંસા કરી હતી અને ઔર વધુ બહેતર કરવા પ્રેરિત કર્યા હતા.
દમણ રોટરી ક્‍લબના અધ્‍યક્ષ શ્રી વિશ્વજીત બોરાટેએ પોતાના પ્રાસંગિક ઉદ્‌બોધનમાં સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રી અરૂણ ટી. અને શિક્ષણ નિર્દેશક શ્રી જતિનલ ગોયલનો રોટરી ક્‍લબ દમણ તરફથી ખાસ આભાર પ્રગટ કર્યો હતો અને શિક્ષણ વિભાગના મળેલા સંપૂર્ણ સહયોગથી જ આ એક સારૂં કાર્ય સંપન્ન થઈ શક્‍યું હોવાની લાગણી પણ પ્રગટ કરી હતી. તેમણે આ કાર્યની સફળતા માટે પોતાની એન.બી.એ. ટીમના લિટરસી ચેર શ્રીમતી અનેશા નુરાની, પ્રોજેક્‍ટ ચેર શ્રીમતી રશ્‍મિ ટંડેલ અને કો-ચેર શ્રીમતી અમિષા ઈંટવાલાનો ખાસ આભાર માન્‍યો હતો.
દમણ રોટરી ક્‍લબે આ વખતે પહેલી વખત નેશન બિલ્‍ડર્સ એવોર્ડના પોતાના આ સંસ્‍કરણમાં એક લાઈફ ટાઈમ એચિવમેન્‍ટ એવોર્ડ આપવાની પણ શરૂઆત કરી હતી. જેમાં આ વખતે ક્‍લબે દમણમાં શિક્ષણ ક્ષેત્રે પોતાના જીવનના અમૂલ્‍ય 38 વર્ષનું અભૂતપૂર્વ યોગદાન આપનાર શ્રીમતી હર્ષાબેન પંડયાને આ એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. શ્રીમતી હર્ષાબેન પંડયાએ પોતાના શિક્ષણની ભૂખ સંતોષવા સહન કરેલા સંઘર્ષનો પણ ઉલ્લેખ કરવામાં આવ્‍યો હતો. શ્રીમતી હર્ષાબેન પંડયા દમણની પ્રસિદ્ધ અવર ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ અવર લેડી ઓફ ફાતિમામાંગુજરાતી વિષયના શિક્ષક તરીકે સેવા આપી નિવૃત્ત થયા હતા. આ અવસરે રોટરી ક્‍લબ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓએ પણ પોતાના ગુરૂ પ્રત્‍યેની નિષ્‍ઠાના દર્શન કરાવ્‍યા હતા.
આ પ્રસંગે ક્‍લબના સચિવ રોટેરિયન શ્રી મનિષ કાપડિયાએ આભારવિધિ આટોપી હતી. રોટેરિયન શ્રી રાજેશ ઉપાધ્‍યાય અને શ્રીમતી બિંદીયા જોષીએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. રોટેરિયન શ્રી જયેશ જોષીએ રોટરી ક્‍લબના ફોર વે ટેસ્‍ટનું પઠન કરી સન્‍માન સમારંભનો શુભારંભ કરાવ્‍યો હતો. પૂર્વ પ્રમુખ રોટેરિયન શ્રી રવિન્‍દ્રસિંઘ ધામીએ 15મી ઓક્‍ટોબરના રોજ શરદ પૂનમના ઉપલક્ષમાં યોજાનારા રોટરી રિધમ રાત્રી (આર.આર.આર.) કાર્યક્રમનો હેતુ ખુબ જ ઉમળકાભેર સમજાવ્‍યો હતો અને તેમણે રોટરી ક્‍લબ દમણના સમાજ ઉપયોગી કાર્યોમાં સહયોગ આપવા અપીલ પણ કરી હતી.
અંતમાં દમણ રોટરી ક્‍લબના લિટરસી ચેર રોટેરિયન શ્રીમતી અનેશા નુરાનીને દરેક રોટેરિયનને તેમનો સહયોગ આપવા બદલ આભાર પ્રગટ કર્યો હતો. તેમણે ફર્સ્‍ટ લેડી શ્રીમતી સુપ્રિયા બોરાટે અને તેમની મહિલા ટીમનું પ્રશંસનીય યોગદાન માટે આભાર પણ પ્રગટ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ડિસ્‍ટ્રીક્‍ટના ડીજીએન રોટેરિયન શ્રી નિલેશ શાહ, એજી રોટેરિયન શ્રી નિલેશ પારેખ, ક્‍લસ્‍ટર સેક્રેટરી શ્રી મિલિંદ સોનપાલ તથા દમણના પૂર્વ સહાયક શિક્ષણ નિર્દેશકશ્રી બોરાટે, જિલ્લા પંચાયતના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી અરવિંદભાઈ પટેલ સહિત શિક્ષકો અને શિક્ષણ આલમ સાથે મહાનુભાવો, રોટરી ક્‍લબના હોદ્દેદારો વગેરે વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓ પ્રત્‍યેક શનિવારે ઓફિસે ચાલતા કે સાયકલથી જશે તેવા નિર્ણયનો ફિયાસ્‍કો

vartmanpravah

દાનહના માજી સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપીમાં દર્દીઓ, જરૂરતમંદો અને દિવ્‍યાંગ બાળકોને નિઃશૂલ્‍ક ભોજન સેવાની શરૂઆત

vartmanpravah

દાનહમાં છેલ્લા પાંચ વર્ષથી હપ્તાખોરી માફિયાગીરી અસામાજિક પ્રવૃત્તિ ઉપર લાગેલી રોક

vartmanpravah

ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ-2022 : મધ્‍યપ્રદેશમાં ભાગ લેવા વાઈલ્‍ડ કાર્ડ એન્‍ટ્રી નામાંકન માટે જિલ્લા સ્‍તરીય પસંદગીનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહમાં હવે ચાલ માલિકોએ ભાડૂઆતોની નોંધણી ઓનલાઈન કરવી પડશે : એક્ષપર્ટ દ્વારા મોબાઈલ એપના ઉપયોગની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

Leave a Comment