Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણના મશાલ ચોક ખાતે ચાલી રહેલી રામલીલાને અપાયેલો વિરામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.17 : ઉત્તર ભારતીય સેવા સંઘ દ્વારા નાની દમણના મશાલ ચોક ખાતે ગત તા.8મી ઓક્‍ટોબરથી શરૂ કરાયેલ શ્રી રામલીલા કાર્યક્રમને રવિવારના રોજ ભવ્‍ય રીતે વિરામ આપવામાં આવ્‍યો હતો. છેલ્લા 8 દિવસથી ચાલી રહેલ રામલીલા કાર્યક્રમમાં વિવિધ પ્રસંગોની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી, ભરત, શત્રુઘ્‍ન, સીતા સ્‍વયંવરનો જન્‍મ અને રામ વિવાહ, ભગવાન શ્રી રામ અને શ્રી રામ સાથે 14 વર્ષનો વનવાસ પ્રયાણ, સીતાહરણ, ભગવાન શ્રી રામનું હનુમાનજી સાથેનું મિલન, પવન પુત્ર હનુમાનજી દ્વારાલંકામાં સીતાજીને શોધીને લંકા દહન, વાનર-રીંછની સેના સાથે રામ-રાવણનું યુદ્ધ, લક્ષ્મણજીને શક્‍તિ મળવી, હનુમાનજીનું આકાશ માર્ગે હિમાલય જવું અને સંજીવની લાવીને લક્ષ્મણજીને બચાવવું. ફરીથી શ્રી રામ અને રાવણની રાક્ષસ સેના વચ્‍ચેનું ભીષણયુદ્ધ, રાવણના વધ સાથે વિજય, પુષ્‍પક વિમાન દ્વારા સીતાજીના અયોધ્‍યા પાછા આવવા વગેરે પ્રસંગોની ઉજવણી કરવા સાથે આજે રામલીલા કાર્યક્રમને વિરામ આપવામાં આવ્‍યો હતો.
આ દરમિયાન અયોધ્‍યાથી ખાસ પધારેલ ભગવાન શ્રી રામ તરીકે કૃષ્‍ણ સિંહ, લક્ષ્મણ તરીકે નિલેશ તિવારીએ ભૂમિકા ભજવી હતી. જ્‍યારે સીતાજીની ભૂમિકામાં પ્રતિમા તિવારી રહ્યા હતા. હનુમાનજીની ભૂમિકામાં સુનિલ પાઠક, મસ્‍તરામ તિવારી, રઘુનાથ જોશી, નોખેલાલ ઝા, સુનિલ.કુમાર ઝાએ અભિનય કર્યો હતો અને વ્‍યાસજીએ પાર્શ્વગાયન કરીને ઉપસ્‍થિત લોકોને મંત્રમુગ્‍ધ કર્યા હતા.
આ ભવ્‍ય રામલીલા જોવા માટે દમણના લોકો ઉમટી પડ્‍યા હતા. દમણના સામાજિક અને રાજકીય અગ્રણીઓએ આ મંત્રમુગ્‍ધ રામલીલાનો આનંદ માણ્‍યો હતો.
દમણ દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ, શ્રી વિશાલ ટંડેલ, શ્રી જીજ્ઞેશ પટેલ, શ્રી અસ્‍પી દમણિયા, શ્રી હિરેન જોષી, પૂર્વ આરોગ્‍ય નિયામક ડો. એસ.એસ.વૈશ, સુલોચના અગ્રવાલ, શ્રી બાબુસિંહરાજપુરોહિત, પત્રકાર શ્રી સતીશ શર્મા, જ્‍યારે સિલવાસ શ્રી અનિલ દીક્ષિત, શ્રી દ્વારિકા નાથ પાંડેય, શ્રી હેમંત ઝા, સુરત ભાજપના નેતા શ્રી અરૂણ દુબે, વાપીના શ્રી પપ્‍પુ તિવારી, શ્રી મુકેશ તિવારી, શ્રી મુન્ના તિવારી, શ્રી રતિકાંત તિવારી, એડવોકેટ શ્રી રવીન્‍દ્ર પાંડેય વગેરે આગેવાનોએ દમણ રામલીલા કાર્યક્રમનો આનંદ માણ્‍યો હતો.
રામલીલા કાર્યક્રમને સફળ બનાવવા ઉત્તર ભારતીય સેવા સંઘના પ્રમુખ શ્રી કૃપાશંકર રાય, શ્રી એસ.કે. શુક્‍લા, શ્રી શિવાજી તિવારી, શ્રી અખિલેશ મિશ્રા, શ્રી વિપિન મિશ્રા, શ્રી મહેન્‍દ્ર દુબે, શ્રી બળવંત યાદવ, શ્રી અમર યાદવ, શ્રી શિવ લખન સિંહ, શ્રી જિતેન્‍દ્ર કુશવાહા, શ્રી સુનિલ ઉપાધ્‍યાય, શ્રી રાઘવ જી, શ્રી શરદ રાય, શ્રી રસિકલાલ તિવારી, શ્રી વિજય શાહ, શ્રી રમેશ ગિરી, રેખા ત્રિપાઠી, મીરા રાય અને અન્‍ય અનેક સામાજિક રીતે સક્રિય લોકોનો ફાળો રહ્યો હતો.

Related posts

વાપીમાં ભાજપ દ્વારા વલસાડ જિલ્લાના સપૂત પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જન્‍મ જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા સુંદરમ્‌ દિવાકરે સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા પાસેથી ક્રિકેટની તાલીમ પૂર્ણ કરી

vartmanpravah

પાવરગ્રીડની વર્ષગાંઠની ઉજવણી : ‘આઝાદીના અમળત મહોત્‍સવ’ અંતર્ગત વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્‍વન્‍સી

vartmanpravah

વાપી ડુંગરામાં ભાગવત સપ્તાહ આયોજન અંતર્ગત સત્‍સંગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકાના ઘેકટી ગામના વોર્ડ સભ્‍યો દ્વારા ગામમાં બનેલા ડામર અને આરસીસીના રોડના કામમાં ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ, ડીડીઓને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશને ચેરિટી કમિશનરના પરિપત્રની સ્‍વીકારેલી ગંભીરતા

vartmanpravah

Leave a Comment