October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ગલોન્‍ડા પંચાયત ખાતે સર્વ આદિવાસી સમાજ સંગઠન દ્વારા સ્‍વતંત્ર સેનાની જમની બા વરઠા ચોક જાહેર કરાયો : નામકરણ માટેના પ્રસ્‍તાવની નકલ ગલોન્‍ડા પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા પ્રશાસન અને પ્રશાસકશ્રીને મોકલવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17 : દાદરા નગર હવેલીના ગલોન્‍ડા ગ્રામ પંચાયતમાં ‘આદિવાસી એકતા પરિષદ’ અને ‘સર્વ આદિવાસી સમાજ સંગઠન’ના તત્‍વાધાનમાંઅનુચ્‍છેદ 13(3)ક પરંપરાગત કાનૂન રૂઢિ પ્રથા મુજબ અનુચ્‍છેદ 244(1) પાંચમી અનુસુચિત ક્ષેત્રના ઉપબંધો અને અનુસુચિત જનજાતિઓના સ્‍વશાસન પ્રશાસન કલ્‍યાણ અને નિયંત્રણ વિધિના મુજબ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ક્રાંતિકારી અને સ્‍વતંત્ર સેનાની જમનીબા વરઠાના નામે ચોકના નામ માટે સર્વસંમતિથી પ્રસ્‍તાવ પાસ કરી ‘સ્‍વતંત્ર સેનાની જમનીબા વરઠા ચોક’ જાહેર કરવામાં આવ્‍યો છે. આ ચોકનું અનાવરણ સ્‍વયં સ્‍વતંત્ર સેનાની જમની બા વરઠાના કરકમલો દ્વારા કરવામાં આવ્‍યું હતું. નામકરણ માટેના પ્રસ્‍તાવની નકલ ગલોન્‍ડા પંચાયત, જિલ્લા પંચાયત, જિલ્લા પ્રશાસન અને પ્રશાસકશ્રીને મોકલવામાં આવશે.
આ અવસરે વરઠા પરિવાર, વારલી સમાજના આગેવાનો, આદિવાસી એકતા પરિષદના પૂર્વ રાષ્ટ્રીય અધ્‍યક્ષ અને સર્વ આદિવાસી સમાજ સંગઠનના સંયોજક શ્રી પ્રભુભાઈ ટોકીયા, દમણ એક્‍શન યુથ એક્‍શન ફોર્સના પ્રમુખ શ્રી ઉમેશભાઈ પટેલ, આદિવાસી એકતા પરિષદના અધ્‍યક્ષ અને ટીમ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 સંદર્ભે મતદાર યાદી નિરિક્ષક ડી.એચ.શાહની અધ્‍યક્ષતામાં રાજકીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી

vartmanpravah

કર્મયોગી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિનને દાનહ અને દમણ-દીવમાં આનંદ-ઉત્‍સાહ અને ભાવપૂર્વક મનાવાયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલા લોક કલ્‍યાણના અનેક કામોથી દાનહ લોકસભા બેઠક ઉપર ઝડપથી બદલાઈ રહેલા સમીકરણોઃ ભાજપ માટે એડવાન્‍ટેજનું વાતાવરણ

vartmanpravah

પ્રધાનમંત્રી-રાષ્‍ટ્રપતિના નિવાસસ્‍થાન સુધી પહોંચેલી દાનહની વારલી પેઈન્‍ટિંગ

vartmanpravah

દીવમાં જલારામ મંદિરનો 28મો પાટોત્‍સવ ધામધૂમથી ઉજવાયો

vartmanpravah

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

Leave a Comment