October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વિધાનસભા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને તાલીમ યોજાઈ

આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદનું નિરાકરણ સમય મર્યાદામાં થાય તેની તકેદારી રાખવા જણાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વલસાડ જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત પાંચ વિધાનસભા મત વિસ્‍તારમાં યોજાનારી સામાન્‍ય ચૂંટણીમાં આદર્શ આચારસંહિતા અમલવારી અંગે સંબંધિત અધિકારીઓની તાલીમ કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળી હતી.
આ તાલીમ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ઉપસ્‍થિત રહી ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા. મુક્‍ત અને ન્‍યાયી ચૂંટણી થાય તે હેતુસર અધિકારી/કર્મચારીઓની બદલી, બઢતી તેમજ રજા ઉપર પ્રતિબંધ રહેશે. ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ચૂસ્‍તપણે પાલન કરવાનું રહેશે. કાયદો અને વ્‍યવસ્‍થા જાળવણી સિવાયનો તમામ પ્રકારનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે, જે તેમના ચૂંટણી ખર્ચમાં ગણવામાં આવશે. આ તાલીમમાં પારડી પ્રાંત અધિકારી વસાવાએપ્રેઝન્‍ટેશન દ્વારા આચારસંહિતાની અમલવારી અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી. ચૂંટણી અધિકારીએ આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદનું નિરાકરણ સમય મર્યાદામાં થાય તેની તકેદારી રાખવા જણાવ્‍યું હતું.
આ અવસરે આદર્શ આચારસંહિતા અમલવારીના નોડલ અધિકારી અને રોજગાર અધિકારી પારૂલ પટેલ, જિલ્લાના તાલુકા વિકાસ અધિકારીઓ, જિલ્લાની પાલિકાના ચીફ ઓફીસરો સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘વર્તમાન પ્રવાહનો પડઘો’ : રાનવેરીખુર્દમાંઆંગણવાડી અને શૌચાલય બનાવવા માટે તાત્‍કાલિક ટીડીઓ-ડીપીઈઓ દ્વારા સૂચનાઓ અપાઈ

vartmanpravah

વલસાડ ધરમપુર ખાતે ALL INDIA OPEN KARATE CHAMPIONSHIP કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી બાલદા જીઆઇડીસીની એપોલો કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્‍થિતિ: કંપનીના બંને સુપર વાઈઝરો જ કંપનીનો તૈયાર માલ બારોબાર વેચતા ઝડપાયા

vartmanpravah

ગણતરીના કલાકોમાં પલસાણા ચોરીનો ભેદ ઉકેલતી એસ.ઓ.જી.

vartmanpravah

દાનહની ત્રિ-દિવસીય મુલાકાતે આવેલા કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય મંત્રી દેવુસિંહ ચૌહાણે યુવા મતદાતાઓ સાથે કરેલો સંવાદ: આવનાર લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોને કરેલા પ્રોત્‍સાહિત

vartmanpravah

ચીખલી-વાંસદા માર્ગ ઉપર માણેકપોર પાસે કારે મોટર સાયકલને અડફેટે લીધા બાદ મેડિકલ સ્‍ટોરના ઓટલા પર ચઢી જતા અફરાતફરી મચી

vartmanpravah

Leave a Comment