Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપીમાં શાંતિદૂત ભગવાન બુદ્ધ જયંતીની ઉજવણી : વિશાળ રેલી યોજાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: જય ભારત, જય સંવિધાન, નમો બુદ્ધાય સાથે જણાવવાનું કે તથાગત ગૌતમ બુદ્ધ જયંતિ મહોત્‍સવ સમિતી, વાપી, જી.વલસાડ, દમણ, સેલવાસ વતી આવનારી 5 મે 2023ના રોજ વિશ્વશાંતિદૂત તથાગત ભગવાન ગૌતમ બુદ્ધની 2567 મી જન્‍મ જયંતિ નિમિત્તે વાપીમાં આંતરરાષ્‍ટ્રીય બૌદ્ધ મહાપર્વની ભવ્‍ય ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં તા.05 મે 2023ના રોજ સાંજે 4 કલાકથી ત્રિરત્‍ન સર્કલ ચણોદ, તા.વાપી, જિ.વલસાડથી એક ભવ્‍ય ધમ્‍મરેલીનું આયોજન કરવામાં આવેલ છે. ધમ્‍મરેલી બુદ્ધમ્‌ શરણમ્‌ ગચ્‍છામી, ધમ્‍મમ્‌ શરણમ્‌ ગચ્‍છામી, સંઘમ શરણમ ગચ્‍છામી ના નારાઓ સાથે ભડકમોરા થઈ વી.આઈ.એ. હોલમાં આ રેલીનું સમાપન થશે. ત્‍યાર બાદ 5:30 કલાકે વી.આઈ.એ. હોલ ખાતે પ્રમુખ અતિથી, પ્રમુખ વક્‍તાઓની હાજરીમાં દિપ પ્રજ્‍વલીત કરી, બુદ્ધવંદના કરી વિશ્વસાંતિદૂત તથાગત ગૌતમ બુદ્ધને વિજ્ઞાનવાદી સત્‍ય અહિંસા માનવતાવાદી વિચાર કાર્યપ્રણાલી પર પ્રમુખ વક્‍તાઓ માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમમાં રમાઈ મહિલાબ્રિગેડ, વાપી, દમણ, સેલવાસ વતી સાંસ્‍કૃતિક પ્રબોધનાત્‍મક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. આ આંતરરાષ્‍ટ્રીય બૌદ્ધ મહાપર્વમાં ઉજવણી કાર્યક્રમમાં હજારો ધમ્‍મપ્રેમી સફેદ વષા પહેરીને કાર્યક્રમમાં સામીલ થનાર છે. આ કાર્યક્રમના અંતે ભોજનદાન, ખીરદાનની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

Related posts

ચીખલીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવાર દ્વારા ધારાસભ્ય અનંત પટેલને આવેદનપત્ર પાઠવી જ્ઞાન સહાયક યોજના રદ્ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના ઉપલક્ષમાં દમણવાડાના બારિયાવાડ ખાતે આવેલ પૌરાણિક સોપાની માતાના મંદિરમાં યોજાયેલી મહા આરતી

vartmanpravah

રાષ્‍ટ્રીય યુવા મહોત્‍સવ-2023માં ભાગ લેવા સંઘપ્રદેશનું 100 સભ્‍યોનું યુવા દળ કર્ણાટક હુબલી રવાના

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા 74મા ‘બંધારણ દિવસ’ને મનાવાયો

vartmanpravah

વલસાડ રેસર્સ ગૃપ દ્વારા કલર રન સાથે મેરેથોન યોજાઈ

vartmanpravah

Leave a Comment