Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડમાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અને નૃત્ય – નાટિકા સ્પર્ધા ૨૦૨૨-૨૩ યોજાઈ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૦: ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા યુવા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ તથા જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા ૨૦૨૨-૨૩ નું તા.૧૯મી ઓક્ટોબર, ૨૦રર ના રોજ બી.એ.પી.એસ.સ્વામિનારાયણ વિદ્યામંદિર અબ્રામા ખાતે યોજાઈ હતી. “અ” વિભાગ ૭ થી ૧૦ વર્ષ સુધી, “બ” વિભાગ ૧૧ થી ૧૩ વર્ષ સુધીના કલાકારો માટે આ બે વિભાગ માટે વકતૃત્વ, નિબંધ,ચિત્રકળા, સર્જનાત્મક કારીગીરી, લગ્નગીત, લોકવાધ સંગીત, એક-પાત્રીય અભિનય એમ કુલ ૭ સ્પર્ધાઓ તથા ખુલ્લો વિભાગ ૭ થી ૧૩ માટે દોશ-છંદ-ચોપાઈ, લોકવાર્તા, લોકગીત, ભજન, સમૂહગીત,લોકનૃત્ય એમ કુલ ૬ કૃતિઓની સ્પર્ધા તથા ૭ થી ૧૩ વર્ષના જિલ્લા કક્ષા બાળ નાટ્ય સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લાના કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જિલ્લા કક્ષામાં પ્રથમ વિજેતા થયેલ કલાકારો દક્ષિણ ઝોન કક્ષામાં ભાગ લેશે.

Related posts

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

vartmanpravah

દમણ અને દીવમાં 7 તથા દાનહમાં 6 ઉમેદવારોના નામાંકન માન્‍યઃ આજે ચિત્ર સ્‍પષ્‍ટ બનશે

vartmanpravah

દાનહના આદિવાસીઓના હિત અને રક્ષણ માટે પ્રશાસન કટિબદ્ધઃ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા

vartmanpravah

મહાશિવરાત્રિના અવસરે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે આયોજીત શિવસિંધુ મહોત્‍સવમાં 108 દંપત્તિઓએ પાર્થિવ શિવલિંગની કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

પાવરગ્રીડની વર્ષગાંઠની ઉજવણી : ‘આઝાદીના અમળત મહોત્‍સવ’ અંતર્ગત વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્‍વન્‍સી

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ પોલીકેબ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રેસિડેન્‍ટ રમેશ કુંદનાનીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્‍વમાં થયેલો આરંભ

vartmanpravah

Leave a Comment