September 13, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નવમા વર્ષના નૂતન કાર્યકાળના આરંભ સાથે હવે દાનહ અને દમણ-દીવ તમામ સમસ્‍યાઓથી મુક્‍ત થવા તરફઃ સમગ્ર દેશ માટે મોડેલ પ્રદેશ બનશે

પ્રદેશના લગભગ તમામ રસ્‍તાઓ સુંદર સુઘડ અને મજબૂત બની રહ્યા છેઃ પ્રદેશના લોકોનું સલામત અને સમૃદ્ધ ભવિષ્‍યનું નિર્માણ

(ભાગ-06)

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના નવમા વર્ષના ગતિશીલ નૂતન કાર્યકાળનો પ્રારંભ થઈ રહ્યો છે. નવમા વર્ષના કાર્યકાળ દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ લગભગ તમામ સમસ્‍યાઓથી મુક્‍ત થઈ સમગ્ર દેશમાં એક મોડેલ પ્રદેશ તરીકે ઉભરી આવવાની તમામ સંભાવનાઓ છે. કારણ કે, પ્રદેશે છેલ્લા 8 વર્ષમાં અનેક ઉપલબ્‍ધિઓ હાંસલ કરી છે. જેમાં હવે રોડના કામ પૂર્ણ થયા બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મોટી કોઈ સમસ્‍યા પણ રહેવાની નથી અને વિકાસના કામો માટે પણ કોઈ મોટા ઈનોવેશન તરફ નજર માંડવી પડશે.
આગામી દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના લગભગ તમામ રસ્‍તાઓનું કામ પૂર્ણ થશે. ગ્રામ્‍ય રસ્‍તાઓ પણ સુઘડ અને સુવ્‍યવસ્‍થિત બનવા તરફ જઈ રહ્યા છે. આરોગ્‍યના ક્ષેત્રે પણ સંઘપ્રદેશે લાંબી છલાંગ લગાવી છે. સમગ્ર પ્રદેશ એક શૈક્ષણિક હબ તરીકે ઉભરી ચુક્‍યો છે અને દાદરા નગર હવેલી અનેદમણ-દીવમાં રહેતા લોકોનું ભવિષ્‍ય સલામત અને સમૃદ્ધ બની રહ્યું છે. પ્રદેશના પ્રવાસનની નોંધ વૈશ્વિક સ્‍તરે લેવાતી થઈ છે.
આવતા દિવસોમાં દમણનું એરપોર્ટ પણ કાર્યાન્‍વિત થવાની કગાર ઉપર છે. દમણથી ગોવા, દિલ્‍હી, અમદાવાદ, મુંબઈ જેવા શહેરો હવાઈ માર્ગથી જોડાવાના હોવાથી ભૂતકાળની ગોવા, દમણ અને દીવની સરકીટ ફરી શરૂ થવાના એંધાણ છે. મુંબઈથી સીધા દમણ કે દીવ અથવા ગોવા અને ફરી પાછા એ રૂટ ઉપર જ પ્રવાસીઓનો ધસારો રહેવાનો પણ અંદાજ વ્‍યક્‍ત થઈ રહ્યો છે. કારણ કે, વિદેશી પ્રવાસીઓનો ગોવાની સાથે દમણ અને દીવમાં પણ ફરવાનો શોખ રહે છે. તેમને અનુラકૂળ કનેક્‍ટિવિટી મળવાથી તેમની ઈચ્‍છા પણ પૂર્ણ થશે.
શૈક્ષણિક ક્ષેત્રે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સરકારી નમો મેડિકલ કોલેજ, એન્‍જિનિયરીંગ કોલેજ, નર્સિંગ કોલેજ, નેશનલ ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍સટાઈલ(નિફટ), જીએનએલયુ કેમ્‍પસ-સેલવાસ, ત્રિપ્‍પલ આઈ.ટી., અદ્યતન આંગણવાડીઓ, નવી ટેક્‍નોલોજી સાથે પ્રાથમિક-માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શાળાઓના નિર્માણનું કાર્ય લગભગ પૂર્ણ થઈ ચુક્‍યુ છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સીધી કૃપાદૃષ્‍ટિથી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી ફક્‍ત 8 વર્ષ જેવા ટૂંકા ગાળામાં છેલ્લા 70 વર્ષમાં જે વિકાસના કામોનથી થયા તે તમામ કામો શક્‍ય બન્‍યા છે.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવ જેવા ટચૂકડાં પ્રદેશ પાસે દેશના સમૃદ્ધ અને વિકસિત ગણાતા રાજ્‍યો કરતા પણ વધુ સુવિધા પ્રદેશના લોકોને મળી રહી છે. સ્‍વચ્‍છતાના ક્ષેત્રે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પોતાનું મસ્‍તક ઊંચું રાખી શકે છે. શિક્ષણમાં પણ પ્રદેશ અવ્‍વલ છે. માળખાગત સુવિધાની દૃષ્‍ટિએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અગ્રેસર બની ચુક્‍યો છે. કાયદો અને વ્‍યવસ્‍થાની દૃષ્‍ટિએ પણ પ્રદેશ બેનમૂન છે. હવે આવતા દિવસોમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ અકલ્‍પનીય વિકાસની નવી ક્ષિતિજો સર કરશે એવી અપેક્ષા સામાન્‍ય લોકો પ્રગટ કરી રહ્યા છે.

Related posts

ઉમરગામના દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ

vartmanpravah

પ્રધાનમંત્રી કિસાન સન્માાનનિધિ યોજના e–KYC અને આધાર સીડિંગ ફરજિયાત

vartmanpravah

દમણના ડાભેલ સ્થિત રાવલ વસિયા યાર્ન ડાઇંગ પ્રા.લિ.માં લાગેલી આગથી મચેલી અફરાતફરી

vartmanpravah

કરવડ હાઈસ્‍કૂલમાં સ્‍વ.કૌશિક હરિયાનો શ્રદ્ધાજંલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

દમણઃ કચીગામ શાળાના વિદ્યાર્થીઓએ કતારબંધ રીતે ગોઠવાઈને બનાવેલા આઝાદીના 75 વર્ષ

vartmanpravah

Leave a Comment