June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશમાં દિવાળી ટાણે પ્રવાસીઓનો રહેનારો અભૂતપૂર્વ ધસારોઃ દમણ-દીવ અને દાનહની લગભગ તમામ હોટલોના બુકિંગ ફૂલ

  • શિરડી, નાશિક, સાપુતારા, ત્ર્યંબકેશ્વર થઈ દાદરા નગર હવેલી અને દમણની દક્ષિણ અને ઉત્તર ભારતના પ્રવાસીઓએ વિકસાવેલી નવી ટુરિસ્‍ટ સર્કિટ

    created by dji camera
  • છેલ્લાં 4-5 વર્ષમાં ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રવાસન ક્ષેત્રે પણ થયેલો અભૂતપૂર્વ વિકાસ : હવે બેચલર નહીં પરંતુ ફેમીલી ટુરિઝમનો વધેલો વ્‍યાપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : દિવાળીના તહેવારનો હવે પ્રારંભ થઈ ચુક્‍યો છે અને શાળા-કોલેજોમાં વેકેશન પણ હોવાથી દિવાળીની ઉજવણી પોતાના ઘરે કરી લગભગ 25 અને 26મીથી તા.30મી ઓક્‍ટોબર, 2022 સુધી લગભગ દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં પ્રવાસીઓના ધસારાથી લગભગ હોટલોના બુકિંગ ફૂલ થવાની પ્રબળ સંભાવના જોવાઈ રહી છે. ભૂતકાળમાં દર વર્ષે દમણ અને દીવમાં 31મી ડિસેમ્‍બરની ઉજવણી દરમિયાન જોવા મળતો માહોલ હવે દિવાળીમાં પણ ઉભો થયો છે. 31મી ડિસેમ્‍બર દરમિયાન મોટાભાગે દમણ અને દીવમાં બેચલર પાર્ટીનું આયોજન થતું હતું. જ્‍યારે હવે પરિવાર સાથે વેકેશન માણવા માટે પ્રવાસીઓ દમણ-દીવ અનેદાદરા નગર હવેલીને પોતાનું ડેસ્‍ટીનેશન બનાવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા 4 – 5 વર્ષમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રવાસન ક્ષેત્રે થયેલા અભૂતપૂર્વ વિકાસના કારણે હવે ફક્‍ત દક્ષિણ ગુજરાતના જ નહીં પરંતુ મહારાષ્‍ટ્ર સહિત સમસ્‍ત ભારતના પ્રવાસીઓ આ ટચૂકડાં કેન્‍દ્ર શાસિત પ્રદેશની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં દક્ષિણ ભારતીયોએ દમણ, સેલવાસ, સાપુતારા અને શિરડીની એક ટુરિસ્‍ટ સર્કિટ પણ વિકસાવી છે. તેઓ શિરડીની મુલાકાતની સાથે સાપુતારા થઈ દમણ અને સેલવાસ આવી રહ્યા છે. આ પ્રકારની વ્‍યવસ્‍થા ઉત્તર ભારતના પ્રવાસીઓ પણ કરી રહ્યા છે. જેમાં તેઓ નાશિક પંચવટી અને સપ્તશ્રૃંગી તથા ત્ર્યંબકેશ્વરનો પણ સમાવેશ કરી રહ્યા છે.
દમણ અને દાદરા નગર હવેલીમાં પ્રવાસનની અપાર સંભાવનાઓને ઓળખી સંઘપ્રદેશ પ્રશાસને એક પછી એક લીધેલા મહત્‍વાકાંક્ષી આયોજનના પગલે આજે આ પ્રદેશની સુંદરતાને પણ ચાર ચાંદ લાગ્‍યા છે. આવતા દિવસોમાં જમ્‍પોર ખાતે વિશ્વ કક્ષાનું પક્ષીઘર, દેવકા ખાતે અદ્યતન માછલીઘર સહિતના પ્રવાસનના અનેક આકર્ષણો ઉમેરાવાના છે. ત્‍યારબાદ દમણને ફરવા અને માણવા માટે ત્રણ દિવસ પણ ઓછા પડશે. દમણની તર્જ ઉપર દાદરા નગર હવેલી અને દીવ ખાતે પણ પ્રવાસનના અનેક આકર્ષણો પ્રશાસન દ્વારા ઉભાકરવામાં આવી રહ્યા છે. જેના કારણે હવે સલામત અને શાંતિપૂર્ણ માહોલમાં પારિવારિક ટુરિઝમનો વિકાસ સતત અને સંગીન રીતે આ ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં થઈ રહ્યો છે.

Related posts

જેસીઆઈની મહાત્‍મા ઝોન કોન્‍ફરન્‍સ નવસારી ખાતે યોજાઈ

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકા ઉપર સ્‍થાનિક ટેમ્‍પો ચાલક પાસે વધુ ટોલ વસુલાતા ભારે બબાલ મચી

vartmanpravah

‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વાપી નગરપાલિકાએ વિવિધ સંગઠનો, સંસ્થાઓ અને એસોસિએશન સાથે યોજેલી બેઠક

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ પર ઢોડિયા પ્રીમિયર લિગનો શુભારંભ કરાયો

vartmanpravah

પારડીના અતુલ પાર્કમાં ધોળે દિવસે આશરે રૂા.10 લાખની ચોરી: બંધ ફલેટમાંથી સોનાના ઘરેણા અને રોકડા રૂા.2 લાખ ચોરાયા

vartmanpravah

Leave a Comment