October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તાલુકાના ડુંગરી હાઈસ્‍કૂલ રોડ પર બે ઘરનો વિસ્‍તાર કલસ્‍ટર કન્‍ટાઈનમેન્‍ટ ઝોન તરીકે જાહેર

આ વિસ્‍તાર ચારે બાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદરની અવર જવર પ્રતિબંધ ફરમાવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વલસાડ જિલ્લામાં કોરોનાના હાલ ૫ એક્ટિવ કેસ છે. ત્યારે ડુંગરી વિસ્તારમાં એક કેસ જોવા મળતા લોકોની સુરક્ષાને ધ્યાને લઈ તકેદારીના પગલારૂપે લોકોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે અંગે વલસાડના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નિલેશ બી.કુકડીયાએ જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યા મુજબ, વલસાડ તાલુકાના ડુંગરી ગામમાં હાઈસ્કૂલ રોડ ખાતે રહેતા પદમાબેન અશ્વિનભાઈ પટેલનું મકાનને એપી સેન્ટર વિસ્તાર તરીકે જાહેર કરી પદમાબેન અશ્વિનભાઈ પટેલ અને દિલિપ જગુભાઈ પટેલનું મકાન મળી કુલ બે મકાનનો તમામ હદ વિસ્તાર કલસ્ટર કન્ટાઈમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
આ વિસ્તાર ચારે બાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદરની અવર જવર પ્રતિબંધિત કરવામાં આવે છે. આ બંને મકાનના તમામ રહેવાસીઓને રાશન અને આવશ્યક ચીજ વસ્તુઓની વ્યવસ્થા ડુંગરી ગ્રામ પંચાયતે કરવાની રહેશે. તમામ રહેવાસીઓનું સ્કીનીંગ આરોગ્ય ટીમ દ્વારા કરવાનું રહેશે. આ હુકમની અમલવારી તા. ૨૧ માર્ચ કલાક ૨૪-૦૦ સુધી કરવાની રહેશે. જો કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કે ઉલ્લઘંન કરશે તો ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ થી ૬૦ જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક થી પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે તે ઉપરના હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓ આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટ અધિકૃત કરવામાં આવે છે. આ હુકમ જે વ્યકિત સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી/પ્રાઈવેટ દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યકિત કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને તથા આવશ્યક સેવાઓ માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઈસ્યુ કરવામાં આવ્યા હોય તેવા વ્યકિતઓને તેમજ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.

Related posts

એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાની અધ્‍યક્ષતામાં દાનહ પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે જ્‍વેલર્સના વેપારીઓ સાથે અવૈધ ગતિવિધિઓથી સાવધ રહેવા બેઠકનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ નગર પાલિકા પ્રમુખ સોનલબેન પટેલે 61માં મુક્‍તિ દિવસ નિમિત્તે તિરંગો ફરકાવ્‍યો

vartmanpravah

વલસાડમાં જિલ્લાકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે

vartmanpravah

સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં વેલ્‍ડીંગ કરતી વખતે ડીઝલની ટાંકીમાં તણખાં પડતા થયેલો બ્‍લાસ્‍ટઃ એક વ્‍યક્‍તિને પહોંચેલી ઈજા

vartmanpravah

વાપી તીઘરા ગામના ખુનના આરોપીને વાપી સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

vartmanpravah

ખુડવેલમાં બાઈક પાછળ બેસેલ યુવાન પટકાતા પાછળથી આવતી બાઈક ચઢી જતા મોત

vartmanpravah

Leave a Comment