(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પણજી, તા.10: ગોવાના વરિષ્ઠ ભાજપના નેતા અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરના પુત્ર અમોઘના ગોવામાં યોજાયેલ લગ્ન સમારંભમાં દેશમાંથી ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી. ગોવામાં આયોજીત આ લગ્ન સમારંભમાં પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વિપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, દિલ્હીના ઉપ રાજ્યપા શ્રી વિનય સકસેના સહિત વિવિધ રાજ્યોના રાજ્યોપાલશ્રીઓ અને નેતાઓ હાજર રહ્યાહતા. આ તમામ મહાનુભાવોએ નવંદપતિને આશીર્વાદ પાઠવ્યા હતા.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/02/Goa-Marriage-960x408.jpg)