January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુ.પી.એલ. બ્રિજ હાઈવે ઉપરથી દારૂના જથ્‍થા સાથે ઓડી કારઝડપાઈ

પોલીસે કાર સાથે 8.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : સુરતના આરોપી નવિન પટેલની અટક

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી નેશનલ હાઈવે યુ.પી.એલ. બ્રિજ પાસે વાપી ઉદ્યોગનગર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન સુરત તરફ જઈ રહેલી ઓઢી કારનું ચેકીંગ કરતા કારમાં દારૂનો જથ્‍થો મળી આવતા ચાલકની અટક કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર વાપી હાઈવે યુ.પી.એલ. બ્રિજ પાસે પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ઓડી કાર નં.જીજે 05 આર.બી. 4422 ને અટકાવી ચેકીંગ કર્યું હતું. કાર્યવાહીમાં કારમાંથી 11 હજારનો દારૂનો જથ્‍થો મળી આવતા કાર ચાલક આરોપી નવિન છગન પટેલ રહે.શાંતિનગર, રો-હાઉસ પાર્ક, અડાજણ, સુરતની અટક કરી હતી. પોલીસે કાર અને દારૂનો જથ્‍થો મળી કુલ રૂા.8.11 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
——

Related posts

સરીગામ પંચાયત વિસ્‍તારમાં ભૂગર્ભ ગટર વ્‍યવસ્‍થા ઉભી કરવા સરપંચ સહદેવ વઘાતે મુખ્‍યમંત્રીનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓની રાષ્‍ટ્રીય કક્ષાની ‘કરાટે સ્‍પર્ધા’ માટે પસંદગી : શાળા પરિવારે અભિનંદન પાઠવી કરેલી ઉજ્જવળ ભવિષ્‍યની કામના

vartmanpravah

રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા પૂર્વે વાપીમાંપધારેલ સીકર સાંસદ સ્‍વામી સુમેદાનંદ સરસ્‍વતિનું સ્‍વાગત કરાયું

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને પ્રદેશમાં સેવા દિવસ તરીકે મનાવાશે

vartmanpravah

ઓનલાઈન જુગારમાં રૂપિયા હારી ગયો હોવાની કબૂલાત કરતો અવધ ઉટોપિયાનો સંકેત મહેતા

vartmanpravah

ઉમરગામ પાલિકામાં કરાર આધારીત ફરજ બજાવી ગયેલા વિવાદીત ઈજનેરની પુનઃ નિયુક્‍તિ માટે કરવામાં આવી રહેલા ધમપછાડા

vartmanpravah

Leave a Comment