નવસારી જિલ્લાના પ8 કેન્દ્રો પર ધો. પના 9693 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીઃ 5698 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.27: રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત પીપીપી ધોરણે શરૂ થનાર જ્ઞાન શક્તિત રેસિડેન્સીયલ જ્ઞાનસેતુ-ડે સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્સીયલ અને રક્ષા શક્તિ જેવી સ્કૂલોમાં ધોરણ-6માં પ્રવેશ મેળવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની નિગરાણીમાં પ્રવેશ પરીક્ષા યોજવામાં આવી હતી. આ માટે ચીખલી સહિત જિલ્લાભરના કુલ 15,382 જેટલા ધોરણ-5 ના વિદ્યાર્થીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા.
ચીખલી સાથે જિલ્લાના 58 જેટલા પરીક્ષા કેન્દ્રો પર આજરોજ યોજાયેલ આ ધોરણ-6માં પ્રવેશ માટેની 9693 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 5689 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા આ શાળાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ઓછો જોવા મળ્યો હતો.
આ પરીક્ષા બાદ તમામ પ્રકારની સ્કૂલોનું મેરીટ લિસ્ટ તૈયાર કરી વિદ્યાર્થીઓએ પસંદ કરેલા વિકલ્પના આધારે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું .ચીખલી તાલુકામાંથી 2636, ગણદેવી-774, નવસારી-જલાલપોર-2663, ખેરગામ-619 અને વાંસદા-2969 જેટલા ધોરણ-5 ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.