July 29, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા રોયલ લાઈફ સોસાયટીમાં નવનિર્માણ થયેલ શિવજી મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સંપન્ન

મંદિરમાં ભોલેનાથ સાથે માઁ દુર્ગા, શ્રી ગણેશ, રાધાકૃષ્‍ણ અને બજરંગ બલી બિરાજ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.23: વાપી ચલા વિસ્‍તારમાં આવેલ રોયલ લાઈફ સોસાયટીમાં ભગવાન શિવ સહિત અન્‍ય દેવી દેવતાઓનું ભવ્‍ય મંદિર સાકાર થયેલ છે. જેનો પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ ભક્‍તિભાવ સાથે ધુમધામથી ઉજવણી કરાઈ.
વાપી દમણ રોડ સ્‍થિત રોયલ લાઈફના પરિસરમાં આયોજીત શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ સોમવારે રાત્રે સમાપન થયો હતો. વારાણસીથી પધારેલ વેદ વિદ્યવાન પ. સુરેન્‍દ્રચંન્‍દ્ર શાષાીજીના માર્ગદર્શનમાં પ્રાણ પ્રતિષ્‍ઠા વિધી-વિધાન સાથે કરવામાં આવી મંદિરમાં ભોલેનાથ સાથે માતા દુર્ગા, શ્રી ગણેશ, રાધાકૃષ્‍ણ સહિત બજરંગ બલી બિરાજમાન છે. પ્રતિમાઓની સ્‍થાપના સંસ્‍કાર પૂજાવિધી પછી ભવ્‍ય શોભાયાત્રા નગરભ્રમણે નિકળી હતી. સન્નારીઓએ તમામ દેવ પ્રતિમાઓ સાથે મંગલ કળશ લઈ શોભાયાત્રામાં જોડાઈ હતી. સોમવારે હવન-યજ્ઞ પૂજન સાથે વિધિવત શિવ દરબારમાં સ્‍થાપિત તમામ પાષાણ દેવતાઓની પ્રતિષ્‍ઠા સંપન્ન થઈ હતી. ત્રણ દિવસ ચાલેલ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં સેંકડો શ્રધ્‍ધાળુઓ જોડાયા.

Related posts

દાનહ જિલ્લા અને સેશન જજશ્રીએ મહિલાઓની જાતીય સતામણી આંતરિક ફરિયાદ સમિતિનું કર્યું ગઠન

vartmanpravah

વાપી બલીઠા રેલવે પાટા ઉપરથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : મૃતક વોર્ડ નં.7 ભાજપ બુથ પ્રમુખ હતો

vartmanpravah

હવે સાંસદ ઉમેશભાઈ પટેલ લેસ્‍ટર લંડનમાં પણ દમણ જિલ્લા કોળી પટેલ સમાજનું સંગઠન ઉભું કરશે

vartmanpravah

ખડકી પેટ્રોલપંપ પર છૂટા માંગવા આવી ડ્રોઅરમાં રાખેલ 25 હજાર લઈને પલાયન

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી શહેર ભાજપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઓલપાડના ગામનાં નવયુવાનો નર્મદા પૂરગ્રસ્‍ત લોકોની વહારે દોડયા

vartmanpravah

Leave a Comment