(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈકાનગડ, જિલ્લા સંગઠન પર્વના ચૂંટણી અધિકારી શ્રી રાજેશભાઈ દેસાઈ, સંગઠન પર્વના ચૂંટણી અધિકારી સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીની વિષેશ ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કાર્યશાળા વાપી ખાતે યોજાઈ હતી.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને પ્રદેશ ચૂંટણી અધિકારી શ્રી ઉદયભાઈ કાનગડ, જિલ્લા સંગઠન પર્વના ચૂંટણી અધિકારી શ્રી રાજેશભાઈ દેસાઈ, સંગઠન પર્વના ચૂંટણી અધિકારી સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીની વિષેશ ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા કાર્યશાળા વાપી ખાતે યોજાઈ હતી.
વાપી ખાતે યોજાયેલ કાર્યશાળામાં વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રીશ્રીઓ શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા સહ ચૂંટણી અધિકારી શ્રી જીતેશભાઈ પટેલ, શ્રી ગણેશભાઈ બીરારી, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડના તમામ બાર (12) મંડળના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, અપેક્ષિત શ્રેણીના હોદ્દેદાર તેમજ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યાહતા.