September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં નવા 1.48 લાખ મતદારો નોંધાયા, જેમાં 17 હજાર યુવા મતદારો : કુલ 1316598 મતદારો

2017માં કુલ 11,67,718 મતદારો હતા યુવા અને નવા મતદારો પરિણામને અસર કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: ગુજરાત વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી બે તબક્કામાં તા.01 અને 05 ડિસેમ્‍બરે જાહેર થઈ ગઈ છે. તે પૈકી વલસાડ જિલ્લામાં પ્રથમ તબક્કામાં તા.01 ડિસેમ્‍બરના રોજ મતદાન થશે. બીજી તરફ કોંગ્રેસ, ભાજપ તરફથી અનેકએ ઉમેદવારીની દાવેદારી કરી છે પરંતુ હજુ સુધી ફાઈનલ યાદી જાહેર કરાઈ નથી. એકમાત્ર આપ દ્વારા વલસાડ, પારડી, કપરાડા, ધરમપુરના ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. 2022ની સામાન્‍ય ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં કુલ 1316598 મતદારો નોંધાયેલા છે. જ્‍યારે 2017માં 11,67,718 મતદારો હતા. એટલે કે નવા 1,48,880 લાખ મતદારો નોંધાયા છે. જે પૈકી 17 હજાર યુવાન મતદારો પાંચ બેઠકોમાં નોંધાયા છે. નવા અને યુવા મતદારો ચૂંટણી પરિણામ પરઅસર કરી શકે છે.
વલસાડ જિલ્લા વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર ત્રિપાંખીયો જંગ ખેલાશે. અત્‍યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્‍દચે સીધો મુકાબલો વર્ષોથી ચાલી આવતો હતો. પરંતુ વર્તમાન ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)ની પણ એન્‍ટ્રી થઈ ચૂકી છે. આપ-ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે ભાજપે જીતી હતી. પરંતુ આ વખતે જંગ ત્રિપાંખીયો હોવાથી પરિણામ પ્રભાવિત બની શકે છે. જો કે કોંગ્રેસ પ્રતિપક્ષની ભૂમિકામાં ક્‍યાંય સક્રિય દેખાતો નથી એટલે ભાજપ અને આપ વચ્‍ચે જ સામસામે ચૂંટણી જંગ ખેલાશે તેવુ સ્‍પષ્‍ટ જણાઈ રહ્યું છે.
—–

Related posts

તલાટીઓની હડતાલથી ઉભી થયેલી મુશ્‍કેલીના મામલે વલસાડ તા.સરપંચ સંઘે આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

કપરાડાના મોટાપોંઢા ગાંધી આશ્રમમાં બાળકોએ વિવિધ પ્રવૃતિઓ કરી બાળ દિવસની ઉજવણી કરી

vartmanpravah

વલસાડ પોલીસે હાઈવે ઉપરથી રૂા.4.36 લાખના દારૂનો જથ્‍થો ભરેલ ડમ્‍પર ટ્રક ઝડપી : ચાલકની અટક

vartmanpravah

ચીખલીના આમધરાના ખેડૂતને ફોન કરી રૂા.1પ લાખનીખંડણી માંગતા 3 ઝડપાયા

vartmanpravah

લવાછા દમણગંગા નદીમાં પૂજા કરવા પહેલા નદીમાં નહાવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ અને ‘વિશ્વ પ્રવાસન દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોએ જમ્‍પોર અને દેવકા બીચની કરેલી સાફ-સફાઈ

vartmanpravah

Leave a Comment