October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા સ્‍મશાન ભૂમિ પાસેથી 627 વિદેશી દારૂના જથ્‍થા સાથે ત્રણ ઝડપાયા

પોલીસે 55 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો : બે આરોપી વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી બલીઠામાં સ્‍મશાન ભૂમિ પાસેથી સ્‍થાનિક ત્રણ આરોપી 627 બોટલના જથ્‍થા સાથે પોલીસે ઝડપી પાડયા હતા. જ્‍યારે અન્‍ય બે આરોપીને વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્‍યા હતા.
વાપી ટાઉન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બલીઠા સ્‍મશાન ભૂમિ પાસે તપાસ હાથ ધરી હતી. કાર્યવાહીમાં મિલન નટુભાઈ પટેલ રહે.બલીઠા કોળીવાડ, રજની જીતેન્‍દ્ર નાયક રહે.ભૂતિયા ફળીયા, બલીઠા, આલોક કંપની પાસે તથા મયુર અશોકભાઈ પટેલ રહે.ભૂતિયા ફળીયા પાસેથી પુઠાના બોક્ષમાં ભરેલો 627 દારૂની બોટલનો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે એક મોબાઈલ સાથે 55700 રૂા.નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ કનીશ કામળી પટેલ અને સોનુ સહાની રહે.દમણને વોન્‍ટેડ જાહેર કર્યો હતો.

Related posts

જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે સંભળાવેલો ચુકાદો : લક્ષદ્વીપના સાંસદ મોહમ્‍મદ ફૈઝલ સહિત 4ને હત્‍યાના પ્રયાસના ગુનામાં 10 વર્ષની સજાઃ પ્રત્‍યેકને રૂા.1-1 લાખનો દંડ

vartmanpravah

‘વિશ્વ વસતી દિવસ’ નિમિતે દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ દ્વારા ચિત્રકામ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીના દિવાળી સ્‍નેહ મિલનમાં ભૂદેવો ઉમટયા

vartmanpravah

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ‘ઈ-વિદ્યા’ એપનું કરાયેલું અનાવરણઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

દાનહ-દમણમાં છેલ્લા 24 કલાકમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

રાનકુવામાં પોસ્‍ટ કર્મચારીના ઘરનું તાળું તોડી તસ્‍કરો કસબ અજમાવી ફરાર થઈ ગયા

vartmanpravah

Leave a Comment