January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અવસર લોકશાહીના મહાપર્વનો નવસારી  જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

  • તમામ નોડલ ઓફિસરોએ ચુંટણીપંચની માર્ગદર્શિકાનો અભ્યાસ કરી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવાની રહેશે: જિલ્લા ચુંટણી અધિકારી શ્રી અમિત પ્રકાશ યાદવ

  • ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતા માટે કટિબધ્ધ બનતું જિલ્લા ચૂંટણીતંત્ર

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.04:  ભારતના ચૂંટણીપંચ દ્વારા ગઈકાલે તા.૦૩ જી નવેમ્બર, ૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે નવસારી જિલ્લામાં સમાવિષ્ટ થતાં ૧૭૪ –જલાલપોર , ૧૭૫ – નવસારી , ૧૭૬ –ગણદેવી અને ૧૭૭ – વાંસદા  વિધાનસભા મતદાર મંડળની ચૂંટણી માટે નવસારી  જિલ્લાના જિલ્લા સેવા સદન ખાતે નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે તમામ નોડલ ઓફિસરોને માર્ગદર્શન આપતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત પ્રકાશ યાદવએ જણાવ્યું હતું કે તમામ નોડલ ઓફિસરોએ ચુંટણી પંચની માર્ગદર્શિકાનો અભ્યાસ કરી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવાની રહેશે. દરેક નોડલ ઓફિસરો પોતાની જવાબદારી કાળજીપૂર્વક નિભાવે તે ખૂબ જરૂરી છે. સમગ્ર ચૂંટણી તંત્ર સજ્જ બન્યુ છે ત્યારે આદર્શ આચાર સંહિતાનું પાલન થાય તે સૌએ જોવાનું રહેશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ યોજવાની તારીખોની જાહેરાતની સાથે જ અને ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય ત્યાં સુધી અમલમાં રહેતી આદર્શ આચારસંહિતાના અમલ માટે જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે અને સંબંધિતોને સોંપાયેલી કામગીરી નિષ્પક્ષ રીતે હાથ ધરીને નવસારી જિલ્લામાં ઉક્ત ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે જિલ્લા ચૂંટણીતંત્રને જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ચૂંટણીની જાહેરાત સાથે જ અમલી બનતી આચાર સંહિતાનુ જિલ્લામા ઉલ્લંઘન ન થાય તેની તકેદારી સાથે કર્મચારી/અધિકારીઓની રજા મંજૂર નહીં કરી શકાય.

ચૂંટણી પંચ દ્વારા નિયત કાર્યક્રમ અનુસાર પ્રથમ ચરણમા એટલે કે, તા.૧ લી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ વિધાનસભા ૧૭૪ –જલાલપોર , ૧૭૫ – નવસારી , ૧૭૬ –ગણદેવી અને ૧૭૭ – વાંસદા  વિધાનસભા મત વિસ્તારની ચૂંટણી યોજાશે. ત્યારે આ ચૂંટણી સંપૂર્ણ પારદર્શક, નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે પણ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી માટે નિમાયેલા વિવિધ નોડલ અધિકારીશ્રીઓ અને ચૂંટણીલક્ષી કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ અને જે તે વિભાગના વડાઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી, તેમજ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સમસ્‍ત માહ્યાવંશી સમાજની વૈશ્વિક ઓળખના પર્યાય બનેલા કેપ્‍ટન અમૃતલાલ માણેક

vartmanpravah

દાનહના સાંસદ અને કલેક્‍ટર સમક્ષ કરેલી રજૂઆતમાં સેલવાસ ન.પા.ના વોર્ડ નં.3ના સભ્‍ય સુમનભાઈ પટેલની હૈયાવરાળ : સેલવાસ શહેરમાં લોકોને પડતી મુશ્‍કેલીઓ જલ્‍દીથી દુર કરો

vartmanpravah

વલસાડ જિલ્લામાંકોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ઓળખ મૂલ્‍યાંકન – રાજ્‍ય શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન

vartmanpravah

લોકસભાની દાનહબેઠકની પેટા ચૂંટણીમાં 3 ઓબ્‍ઝર્વરોની નિમણૂક

vartmanpravah

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment