Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

વરિષ્‍ઠ પી.આઈ. છાયા ટંડેલ દ્વારા દાનહમાં છઠ્ઠ પૂજા દરમિયાન ટ્રાફિક વ્‍યવસ્‍થાનું નિયમન કરનારા સ્‍કાઉટ ગાઈડના સ્‍વયં સેવકોને સન્‍માનિત કરાયા

10 વર્ષની ઉંમરથી જ હું સ્‍કાઉટ ગાઈડ સાથે જોડાયેલી છું: છાયા ટંડેલ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 04:  દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદરા નગર હવેલી ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા પસંદ કરાયેલ તમામ પાંચ છઠ્ઠ પૂજા સ્‍થળો ઉપર ટ્રાફિક વ્‍યવસ્‍થાને સંભાળી હતી. આમ નાગરિકોની સુરક્ષાનું ધ્‍યાન અને સહયોગ માટે સુચારૂ રીતે રિવર ફ્રન્‍ટ, નરોલી ખાડી, પીપરીયા પુલ, ડોકમરડી પુલ, દાંડુલ ફળીયા પુલ, રખોલી પુલ પર સાંજના 4 થી સાંજના 7 અને બીજા દિવસે સવારે 4 થી 7 સુધી સતત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો, જેથી તમામ છઠ્ઠ પૂજા ભક્‍તોને કોઈ મુશ્‍કેલી નહીં પડે. જે બદલ દાદરા નગર હવેલીના વરિષ્ઠ મહિલા પી.આઈ. શ્રીમતી છાયા ટંડેલ- ઉપ પ્રમુખ દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દ્વારા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ સ્‍ટેટ હેડક્‍વાર્ટર ડોકમરડીના ઓડિટોરિયમમાં 30 સક્રિય સ્‍કાઉટ ગાઈડ રોવર રેન્‍જર અને યુનિટ લીડરને પ્રમાણપત્ર આપીને સૌને પ્રોત્‍સાહિત કર્યા હતા.
આ પ્રસંગે યાસ્‍મીન બાબુલ, સ્‍વરૂપ શાહ, રાહુલ શાહ પણ હાજર રહ્યા હતા, કાર્યક્રમનું સંચાલન ઐશ્વર્યા ગાંગોડે, હેમાંગી સૂર્યવંશી અને અર્પિતા મિશ્રાના સહયોગથીઅજય હરિજન દ્વારા કરવામાં આવ્‍યું હતું, જેમાં ઋષિ તન્ના, સંયોગિતા સિંઘ, આદર્શ સિંહ અને આદિત્‍ય કુમારી યાદવને શ્રેષ્ઠ પુરસ્‍કાર આપવામાં આવ્‍યા હતા.
આ સાથે તાજેતરમાં દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના 57 સભ્‍યો દ્વારા કેદારનાથ એડવેન્‍ચર શિબિરની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ નિમિત્તે તમામ સહભાગીઓને એડવેન્‍ચર ટાસ્‍ક ફોર્સનું પ્રમાણપત્ર આપીને ઉપસ્‍થિત મહેમાનો દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા, જેમાં દરેકે પોતાનો અનુભવ વર્ણવ્‍યો કર્યો હતો જે ખૂબ જ આનંદદાયક હતો. આ ઉપરાંત, ભારતી તંવર, ધર્મિષ્ઠા સોલંકી અને સારિકા ઝાલ્‍ટેએ સ્‍કાર્ફ સ્‍વીકાર્યો અને દાનહ સ્‍કાઉટ ગાઇડ ફેલોશિપ માટે સબ્‍સ્‍ક્રાઈબ કર્યું હતું.
આ પછી શ્રીમતી છાયા ટંડેલે પોતાના નિવેદનમાં જણાવ્‍યું કે હું પણ 1977માં નાનપણથી જ સ્‍કાઉટ ગાઈડ સાથે જોડાયેલી છું, જેમાં મારી શરૂઆત 10 વર્ષની ઉંમરે બુલબુલ પછી સ્‍કાઉટ ગાઈડની પ્રવૃતિઓ સાથે જોડાયેલી હતી, તેમજ દાનહ સ્‍કાઉટ ગાઈડની પ્રવૃત્તિઓ સાથે દાનહ પોલીસ પ્રશાસને હંમેશા સહકાર આપવા બદલ કામગીરીની પ્રશંસા કરી હતી અને દાદરા નગર હવેલીમાં સ્‍કાઉટ ગાઈડની ભાગીદારી ખૂબ જ પ્રશંસનીય છે તે અંગે સૌનો આભાર માન્‍યો હતો.

Related posts

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લએ ડોક્‍ટરોનું સન્‍માન કરી ડોક્‍ટર્સ-ડેની કરેલી ઉજવણી

vartmanpravah

તા.10મીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિમાં નવસારી જિલ્લાની તમામ વિધાનસભા વિસ્‍તારમાં નવનિર્મિત પી.એમ.આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દાનહમાં ડેંગ્‍યુની ચપેટમાં આવેલા યુવકનું તેમના વતન રાજસ્‍થાનમાં થયેલું મોત

vartmanpravah

પેટા ચૂંટણી દરમ્‍યાન લોન્‍ચ કરાયેલ ‘ડીડી મોબાઈલ એપ્‍લિકેશન’ માટે દાનહ પોલીસ વિભાગને મેડલથી સન્‍માનિત કરાયો

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી નવા વર્ષનો સ્‍નેહ મિલન સમારોહ યોજાશે

vartmanpravah

Leave a Comment