Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામોનું કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા જરૂરી દિશા-નિર્દેશ

દમણ જિલ્લામાં વિવિધ પ્રવાસન પ્રોજેક્‍ટ અને માળખાગત વિકાસના સતત ગતિ ઉપરઃ કામની ગુણવત્તા અને સમયમર્યાદા સામે પ્રશાસનની કોઈ બાંધછોડની નીતિ નહીં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.19
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે રવિવારના દિવસે દમણ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામોનું નિરીક્ષણ કરી સ્‍થળ ઉપર જ સંબંધિત અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરોને જરૂરી દિશા-નિર્દેશ આપ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ જિલ્લામાં વિવિધ પ્રવાસન પ્રોજેક્‍ટ અને માળખાગત વિકાસના કામો સતત ગતિ ઉપર છે. જેની કડીમાં આજે મોટી દમણમાં બર્ડ સેન્‍ચુરી, લાઈટ હાઉસની પાસે શૌચાલય, નાની દમણથી મોટી દમણને જોડતા પેડેસ્‍ટ્રીયલ બ્રિજની પાસેનું સ્‍મારક, મોટી દમણ કોસ્‍ટલ પોલીસની પાછળ ક્‍વાર્ટર, કડૈયામાં ડોમેસ્‍ટિક એરપોર્ટ, વરકુંડમાં એન્‍જિનિયરીંગ કોલેજ તથા નાની દમણ જેટીથી સમુદ્રના કિનારે બની રહેલ બીચ રોડનું અવલોકન કરી જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કામની ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં કરવાઅને સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા સંબંધિત કોન્‍ટ્રાક્‍ટરો, અધિકારીઓ અને એન્‍જિનિયરોને તાકિદ કરી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત દરમિયાન પ્રશાસકશ્રીના અંગત સલાહકાર શ્રી ડી.એ.સત્‍યા, દમણના જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ, આરોગ્‍ય સચિવ ડો. એ. મુથમ્‍મા, નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત, સમાજ કલ્‍યાણ સચિવ શ્રીમતી ભાનુપ્રભા, શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ, પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્મા, ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા સહિત અન્‍ય પ્રશાસનિક અધિકારીઓ ઉપસ્‍થિત હતા.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને તેમના વિશાળ અનુભવનો પ્રદેશને મળી રહેલો લાભ

vartmanpravah

અંતે વલસાડ પાલિકાએ રખડતા ઢોરને પાંજરે પુરવાની કાર્યવાહી આરંભી : 10 ઢોર પાંજરાપોળમાં મોકલ્‍યા

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના અતિ બિસ્‍માર રસ્‍તાઓનો લોકસભામા ઉઠાવેલો મુદ્દો

vartmanpravah

વાપીમાં બેસુમાર અતિવૃષ્‍ટિથી ચોમેર જમીન ત્‍યાં જળની સ્‍થિીતઃ હાલાકીઓ વચ્‍ચે ધબકતું જનજીવન

vartmanpravah

વાપીમાં કન્‍ટેનરમાં પાછળથી ટેમ્‍પો ઘૂસી જતા અકસ્‍માત સર્જાયો : ટેમ્‍પો ચાલકનું મોત

vartmanpravah

વાપીમાં મહિલા તબીબને ત્‍યાં નકલી સીબીઆઈ ઓફિસર સ્‍વાંગમાં આવેલ ઈસમના જામીન મંજૂર વાપીમાં ક્‍લિનિક ચલાવતા ડો.હંસાબેન ભદ્રાને

vartmanpravah

Leave a Comment