Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અવસર લોકશાહીનોઃ વલસાડ જિલ્લામાં મતદાન જાગૃત્તિ ફેલાવવા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમોની ભરમાર

મતદાન મેરેથોન, સિગ્નેચર ડ્રાઈવ, રેલી, વોલ પેઈન્‍ટિંગ અને રોડ પેઈન્‍ટિંગ સહિતના કાર્યક્રમો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પર તા. 1 ડિસેમ્‍બરના રોજ મતદાન થનાર છે ત્‍યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી દિવસોમાં જિલ્લાભરમાં મતદાન જાગૃત્તિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જે મુજબ તા. 12 નવેમ્‍બરના રોજ જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા વલસાડના તીથલ ખાતે મતદાન જાગૃત્તિપ્રદર્શન, તા. 13 નવેમ્‍બરે મતદાન મેરેથોન (સાયકલ), તા. 14 નવેમ્‍બરે તમામ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરિવારને મતદાન માટે પત્ર, તા. 15 નવેમ્‍બરે તમામ તાલુકા મથકે સાયકલ / મોટર સાયકલ રેલી, તા. 25 નવેમ્‍બરે સંબંધિત તમામ શાળાઓ દ્વારા એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મતદાન જાગૃત્તિના કાર્યક્રમો અને તા. 28 નવેમ્‍બરે તમામ શાળાઓમાં શિક્ષકો-વાલીઓ અને દરેક સરકારી કર્મચારીઓ મતદાન સંકલ્‍પ લેશે. તા. 16 નવેમ્‍બરના રોજ તા. વલસાડ સહકારી મંડળીઓની રજિસ્‍ટ્રાર કચેરી અને વલસાડ જિલ્લા પંચાયતની સહકાર શાખા દ્વારા જિલ્લાની સહકારી અને દૂધ મંડળીઓના સભાસદો દ્વારા મતદાન જાગૃત્તિ અને તા. 17 નવેમ્‍બરે વિવિધ મંડળીઓ, બજાર સમિતિઓના ભવનો પર બેનર્સ અને પોસ્‍ટર લગાવવામાં આવશે. જિલ્લાના તમામ પ્રાંત ઓફિસરો, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરો દ્વારા તા. 18 નવેમ્‍બરના રોજ ડી-માર્ટ, રિલાયન્‍સ મોલ, કેશ એન્‍ડ કેરી જેવા મોલમાં મતદાનના દિવસે મતદાન કરવું તે મુજબના બેનર્સ લગાવવા, તા. 20 નવેમ્‍બરે તાલુકા મથકોએ રન ફોર વોટ કાર્યક્રમ, તા. 24 નવેમ્‍બરે ઓનલાઈન મતદાન સંદેશા -સારણ (લોકલ ચેનલ મારફતે) અને મતદાનના દિવસ સુધી સતત તમામ સરકારી કચેરી,બસ ડેપો અને રેલવે સ્‍ટેશન પર સિગ્નેચર ડ્રાઈવ (સહી ઝુંબેશ) ચલાવાશે. વલસાડ જિલ્લા પંચાયતની આઈસીડીએસ કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી અને નાયબ કલેકટરશ્રીની કચેરી દ્વારા તા.11 નવેમ્‍બરે સખી મંડળીઓ, આંગણવાડી કેન્‍દ્રો અને ઘટક તાલુકા કક્ષાએ આશાવર્કર, એમડીએમ સંચાલક, સખી મંડળ, સ્‍વસહાય જૂથ અને આંગણવાડી કાર્યકરને સાંકળી મતદાન જાગળત્તિના કાર્યક્રમો હાથ ધરાશે. ચૂંટણીના દિવસ સુધી મતદાન જાગળત્તિ માટે જિલ્લા ઈન્‍ફોર્મેશન ઓફિસ કચેરી દ્વારા ટેક્‍સ્‍ટ મેસેજીસ કરાશે. વલસાડ એસટી ડેપો મેનેજર અને વલસાડ આરટીઓ ઈન્‍સ્‍પેક્‍ટર દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ સરકારી વાહનોની રેલી અને વાહનો પર મતદાર જાગૃત્તિ અંગેના સ્‍ટીકર લગાવવામાં આવશે. જિલ્લાની તમામ તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતો દ્વારા તા.19 નવેમ્‍બરે મહિલા મતદાર રેલી ગ્રામ્‍ય કક્ષાએ કાઢવામાં આવશે. જિલ્લા રમત ગમત અધિકારી અને વ્‍યાયામ મંડળો દ્વારા તા. 21 નવેમ્‍બરે મતદાન જાગૃત્તિ બેનર સાથે બીચ મેરેથોન યોજાશે. માર્ગ અને મકાન, પંચાયત-સ્‍ટેટ દ્વારા તા. 22 નવેમ્‍બરે મતદાન જાગૃત્તિ મેસેજ સાથે વોલ પેઈન્‍ટિંગ અને તા. 23 નવેમ્‍બરના રોજ રોડ પેઈન્‍ટિંગ કરાશે. મદદનીશ કમિશનરશ્રી, આદિજાતિ કચેરી દ્વારા કોલેજ કક્ષાએ સરકારી છાત્રાલયોમાં તા. 26નવેમ્‍બરના રોજ ઈવનીંગ અવેરનેશ કાર્યક્રમ યોજાશે.

Related posts

દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સફળતાપૂર્વક યોજાયો દ્વિતીય સમૂહલગ્ન મહોત્‍સવ

vartmanpravah

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રા અને આઈ.પી.એસ. અનુજ કુમારની જમ્‍મુ કાશ્‍મીર બદલી

vartmanpravah

દાદરા શ્રીમતી એમ.જી.લુણાવત સ્‍કૂલમાં કુપોષણ નિવારણ અંગે સેમીનાર યોજાયો

vartmanpravah

વાપી શામળાજી ને.હા.56 ઉપર પડેલાખાડા માટે ધારાસભ્‍ય બેઠયા ખાડામાં : ખાડા મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

વાપી તાલુકા પંચાયતનાં એટીડીઓ ભરતભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન: સંવેદનશીલ અને લોકાભિમુખ વહીવટમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશેઃ જીતેન્‍દ્ર ટંડેલ

vartmanpravah

શુક્રવારથી વલસાડ જિલ્લાના સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ થશે

vartmanpravah

Leave a Comment