August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

રાતામાં દમણ વાપી સેલવાસ સિંધી એસોસિએશન દ્વારા કોમ્‍યુનિટી હોલનું કરાયેલું ભૂમિપૂજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ : દમણ વાપી અને સેલવાસના સિંધી એસોસિએશન દ્વારા વાપી નજીક આવેલા રાતા ગામમાં શ્રદ્ધા રેસિડેન્‍સીમાં વિશ્વ સિંધી સેવા સંગમના આગેવાનીમાં કોમ્‍યુનિટીહોલ માટે ખાતમુહૂર્ત કરી આધારશિલા મુકવામાં આવી હતી. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે વિશ્વ સિંધી સેવા સંગમ અને લાયન્‍સ ક્‍લબના ઈન્‍ટરનેશનલ ડાયરેક્‍ટર ડો. રાજુ મનવાની દ્વારા કળશ સ્‍થાપિત કરવામાં આવ્‍યો હતો. આ અવસરે સિંધી એસોસિએશનના પ્રમુખ પિંકી ખેમનાનીએ જણાવ્‍યું હતું કે, આજે અમે દરેકે મળી સમાજ માટે એક નવા કાર્યની શરૂઆત કરી રહ્યા છે અને આ કોમ્‍યુનિટી હોલ બન્‍યા બાદ સિંધી સમાજના લોકોને વિવિધ કાર્યક્રમોના આયોજન માટે ઉપયોગી થશે. આ અવસરે ઉપસ્‍થિત દરેક મહેમાનોએ શ્રી ઝુલેલાલ ભગવાનની આરતી કરી હતી. આ પ્રસંગે શ્રી આર.કે.કુંદનાની, શ્રી મોહન રાયસિંઘાની, શ્રી રાજુ મનવાની, શ્રી એસ.એસ.સરના, શ્રી મુકેશ પટેલ, શ્રી સંજીવ કેશરવાની, શ્રી રાજેશ લાલચંદાની, શ્રી જૈશ ટેકચંદાની, શીતલ ખીમનાની, નાનીક મદનાની, શ્રી મનોજ મુલાની, શ્રી ભગવાન અજવાની, શ્રી મોહન બચાની, શ્રી વિનોદ અમેરિયા અને સેલવાસ દમણ તથા વાપી વિસ્‍તારના સિંધી સમાજના મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સેલવાસમાં 175 મીટરના તિરંગા સાથે પદયાત્રા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 32188 એન.એફ.એસ.એ. લાભાર્થીએ ઘર બેઠા આયુષ્‍યમાન કાર્ડ બનાવ્યા

vartmanpravah

વાપી વી.આઈ.એ.ની 52મી એ.જી.એમ. યોજાઈ: વર્ષ 2023 થી 2026 ની ટર્મ માટે પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની વરણી

vartmanpravah

નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી 125 નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

દમણ ન.પા. દ્વારા રૂા.25માં સારી ક્‍વોલીટીના રાષ્‍ટ્રધ્‍વજનું થનારૂં વેચાણ

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે લાયન્‍સ કલબ દ્વારા થયું જ્ઞાનમંથન

vartmanpravah

Leave a Comment