October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

રખોલી ગ્રામ પંચાયત સ્‍કૂલ ફળિયા મુકામે રાત્રી ચોતરાસભા (ચૌપાલ)યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.30
આજે તારીખ 30/12/2021 ના વાર ગુરૂવારના દાદરા નગર હવેલીના સેલવાસના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો.અપુર્વ શર્માના માર્ગદર્શન હેઠળ રખોલી ગ્રામ પંચાયત સ્‍કૂલ ફળિયા મુકામે રાત્રી ચૌપાલનું આયોજન રાખવામાં આવ્‍યું હતું. જેમાં ગામ લોકોને સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ કાયદો (નિયમ) 2021 ની જાણકારી આપવામાં આવેલ તેમજ પંચાયત વિસ્‍તારને સ્‍વચ્‍છતા રાખવા અને લીલો કચરો અને સુકો કચરો અલગ-અલગ રાખવો અને સ્‍વચ્‍છતાની ગાડી આવે ત્‍યારે તેમાં નાખવો તેમજ ખુલ્લામાં કચરો નાખશો તો દંડ વસૂલાત કરવામાં આવશે. આ પ્રસંગે વિકાસ અને આયોજન અધિકારી શ્રી મિથુન રાણા, સરપંચ શ્રીમતી ચંદનબેન ડી. પટેલ-સરપંચ શ્રી દિપકભાઈ સી. પ્રધાન-જી.પ. સભ્‍ય, શ્રી સુરજભાઈ પી. પટેલ-ઉપ-સરપંચ, શ્રીમતી બકુલાબેન યોગેશભાઈ પટેલ-પં.સભ્‍ય, શ્રીમતી મમતાબેન ઉમેદભાઈ રાથડ-પં.સભ્‍ય, શ્રી યોગેશભાઈ ડાહ્યાભાઈ પટેલ-પં.સભ્‍ય, શ્રી અજયભાઈ રમણભાઈ મહાકાળ-પં.સભ્‍ય, શ્રી વિજયભાઈ દેવજીભાઈ કાનાત-પં.સભ્‍ય, શ્રીમતી શીલાબેન પ્રભુભાઈ કોહકેરીયા-પં.સભ્‍ય, શ્રીમતી અમિતાબેન અશોકભાઈ પટેલ-પંચાયત સભ્‍ય તેમજ સરકારી અધિકારીઓએ હાજરીઆપી હતી.

Related posts

આજે ‘વર્તમાન પ્રવાહ’ના સેલવાસ કાર્યાલયનો આરંભ સ્‍વામિનારાયણના સંત પ.પૂ. ચિન્‍મયસ્‍વામીજીના પગરણથી કરાશે

vartmanpravah

નવસારી જેસીઆઈ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના તમામ સભ્‍યોએ પ્રમુખ-ઉપ પ્રમુખ નિયુક્‍ત કરવાનો ભાજપ હાઈકમાન્‍ડને સુપ્રત કરેલો અધિકાર

vartmanpravah

પારડીની સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન

vartmanpravah

ઉદવાડામાં જિલ્લા કિસાન સંઘની મીટીંગ યોજાઈ: નવસારી-મહારાષ્‍ટ્ર જતી હાઈટેન્‍શન પાવર લાઈનનો વિરોધ

vartmanpravah

સાંસદ ધવલભાઈ પટેલના વલસાડમાં વિધિ પૂજા સાથે જનસંપર્ક કાર્યાલયનો શુભારંભ

vartmanpravah

Leave a Comment