(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11 : દાદરા નગર હવેલીના કલેક્ટરશ્રીના દિશા-નિર્દેશ અનુસાર સીલી ગામે ચોકીપાડા ગામમાં સેલવાસ મામલતદારની ટીમે સ્થળ પર પહોંચી 25 જેટલી દુકાનો, 12 રૂમ અને બે ઘર જે ગેરકાયદેસર બાંધવામાં આવેલ હતા, જેને જેસીબી મશીન દ્વારા તોડી પાડી ડિમોલીશન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મસાટ ગામમાં સરકારી ઔદ્યોગિક વસાહત પર કેટલાક લોકોએ ગેરકાયદેસર બાંધકામ કરેલ હતું જેને સેલવાસ મામલતદારની ટીમે ધ્વંસ્ત કરી દીધું હતું. જેમાં 8 દુકાનદારોએ ગેરકાયદેસર કબ્જો કરેલ હતો અને એક ઢાબાનું પણ નિર્માણ કરાયેલ હતું તેને પણ તોડી નાંખ્યાહતા.
પ્રશાસન દ્વારા જાહેર જનતાને વારંવાર અનુરોધ કરવામાં આવે છે કે સરકારી જમીન, કોતર અને નહેર તથા અન્ય સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર અતિક્રમણ/કબ્જો નહીં કરે અને બાંધકામ કર્યું હોય તો એને પોતે જ સ્વંય હટાવી દે નહિ તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.