January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ મારગપાડા પ્રાથમિક મરાઠી શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ માટે સંવાદ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ : દાદરા નગર હવેલી પ્રાથમિક શિક્ષણ વિભાગ અને ખંડ સંસાધન કેન્‍દ્ર ખાનવેલના સંયુક્‍ત પ્રયાસથી રુદાના પંચાયતના મારગપાડા ગામની મરાઠી પ્રાથમિક શાળાપરિસરમાં ‘શિક્ષણની વાત વાલીઓ સાથે’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનો શુભારંભ સરસ્‍વતી પૂજન, સ્‍વાગત પ્રસ્‍તાવના બાદ શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદે વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્‍યું હતું કે, શિક્ષણનું મહત્‍વ જીવનમાં ધ્‍યેયની જરૂરત, ખુબ મહેનત અને લગનની સાથે કર્તવ્‍ય, મહિલાઓનું શિક્ષણમાં સ્‍થાન, દૈનિક જીવનમાં સમયસારણી અને એનો અમલનું મહત્‍વ, દ્રઢનિヘય, પૌષ્ટિક આહારનું મહત્‍વ, સ્‍વચ્‍છતા વગેરે મહત્‍વપૂર્ણ વિષયો પર જાણકારી આપી હતી. ત્‍યારબાદ શાળાના વિદ્યાર્થીઓના  વાલીઓએ પણ પોતાના વિચારો અને અપેક્ષાઓ વ્‍યક્‍ત કર્યા હતા. આ ચર્ચામાં બી.આર.પી. શ્રી ગણેશ મોરે, બી.આર.સી. ખાનવેલ શ્રી ગણેશ પાટીલે વાલીઓના પ્રશ્નોના જવાબ આપ્‍યા હતા. આ અવસરે શિક્ષણ સચિવ અંકિતા આનંદ ઓનલાઈન ઉપસ્‍થિત રહ્યા હતા. બી.આર.સી. શ્રી ગણેશ પાટીલ, સરપંચ શ્રી શીરીલ પાગી, શાળાના આચાર્ય શ્રી જે.બી.પાટીલ, ખાનવેલના બી.આર.પી., સી.આર.સી.સી. સહિત શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ભારે વરસાદથી પ્રભાવિત નવસારી જિલ્લાની મુલાકાત લેતા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ

vartmanpravah

RTE એકટ હેઠળ નબળા-વંચિત જુથના બાળકોને ધો.૧માં પ્રવેશ માટે તા.૧૪ થી ૨૬ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

vartmanpravah

આજે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ વિશાળ કાર્યકરો સાથે પોતાનું ઉમેદવારી પત્રકભરશે

vartmanpravah

વાપીમાં દબદબાપૂર્વક ગણેશોત્‍સવનો પ્રારંભ: અનેક પંડાલોમાં ચંન્‍દ્રયાન-3ની કૃતિ સજ્જ કરાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસી સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં ત્રણ કામદારો ભડથુ થઈ ગયા

vartmanpravah

રાજ્‍યમાં ઉમરગામ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારમાં અગ્રેસરની ચાલતી ચર્ચા

vartmanpravah

Leave a Comment