January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

નવસારીમાં સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા પુસ્‍તક પ્રદર્શન યોજાયું

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.08: આઝાદીના અમૃત મહોત્‍સવ અને ઝવેરચંદ મેઘાણીની 125મી જન્‍મજયંતીની ઉજવણીના ભાગરૂપે પુસ્‍તકાલય દ્વારા શ્રેષ્ઠ શાળા, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જે પુરસ્‍કાર પુરુસ્‍કળત કરવામાં આવ્‍યા જે અંતર્ગત પુસ્‍તકોના ઈનામ વિતરણના ભાગરૂપે સયાજી વૈભવ પુસ્‍તકાલય દ્વારા પુસ્‍તક પ્રદર્શન યોજવામાં આવ્‍ય હતું. જેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળા પોતાની પસંદગી મુજબના પુસ્‍તકો લઈ શકે. પુસ્‍તક પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓને પુસ્‍તકોની દુનિયા વિશે માહિતગાર કરવાનો, વૈવિધ્‍યસભર પુસ્‍તકો માટે જિજ્ઞાસાવૃત્તિ જાગે અને વાંચનવૃત્તિ વધુ રસસભર રહે એ રહ્યો હતો. આ જ્ઞાનવર્ધક કાર્ય માટે નવસારીની સ્‍ટેશન રોડ સ્‍થિત ઠાકોરવાડીમાં તારીખ 3, 4 અને 5 સપ્‍ટેમ્‍બરે પુસ્‍તક મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પુસ્‍તકોને સારા મિત્ર કહેવામાં આવ્‍યા કારણ પુસ્‍તકો સાચું માર્ગદર્શન આપે. પુસ્‍તકાલયને જ્ઞાન મંદિર કેહવાયું, કારણ જ્ઞાનતીર્થની મુલાકાતથી સતત જ્ઞાનમાં વધારો થતો રહે. પુસ્‍તક પ્રદર્શનનો લાભ નવસારીની સાહિત્‍ય પ્રેમી, પુસ્‍તક પ્રેમી જનતાએ પણ લીધો. પુસ્‍તકાલયના પુસ્‍તક પ્રદર્શનના આયોજનમાંવિવિધ સંસ્‍થાઓએ પણ ભાગ લીધો હતો. જેમાં વાંસદાની સીતાપુર સ્‍થિત રામકળષ્‍ણ સંવેદના ટ્રસ્‍ટ, નવસારીના બંદર રોડ પર આવેલ ગાયત્રી પરિવાર, નેશનલ બુક ટ્રસ્‍ટ, યજ્ઞ પ્રકાશન, ઓએસીસીસ સંસ્‍થા અને નવભારત સાહિત્‍યનો સમાવેશ થાય છે.
પુસ્‍તકમેળામાં 10,000 થી પણ વધુ પુસ્‍તકો પ્રદર્શનમાં મુકવામાં આવ્‍યા હતા. વૈવિધ્‍યસભર વિષયોની પુસ્‍તકો એક છત નીચે ઉપલબ્‍ધ જેમાં ધાર્મિક, સાહિત્‍ય, જીવનમૂલ્‍યો પર આધારિત, ચારિત્ર્ય ઘડતર, બાળવાર્તાઓ, બાળગીતો, નવલકથા-નવલિકા, પ્રેરણાત્‍મક પુસ્‍તકો સામેલ હતા.
રામકળષ્‍ણ સંવેદના ટ્રસ્‍ટ એક એવી સ્‍વૈચ્‍છીક સંસ્‍થા જે જરૂરીયાતવાળા ગામોમાં નબળા તથા ગરીબ પરિવારના લોકોના સર્વાંગી વિકાસ માટે કામ રહી છે. પુસ્‍તક પ્રદર્શનમાં આ સંસ્‍થાના સ્‍ટોલ ઉપર ગાંધીજી અને વિવેકાનંદના જીવન પર આધારિત પુસ્‍તકો વધુ જોવા મળ્‍યા હતા. ગાયત્રી પરિવાર પાસે ધાર્મિક પુસ્‍તકોનો મેળાવડો હતો. ઓએસીસીસ સંસ્‍થા બાળકોના વિકાસ માટે 4 વર્ષનો ‘લાઈફ કેમ્‍પ’ અને ‘ડ્રિમ ઈન્‍ડિયા’ કેમ્‍પના શિબિર જ્‍યારે શિક્ષકો માટે પણ 4 વર્ષનો ‘હું છું જ્‍યોતિધર’ કોર્ષ ઉપલબ્‍ધ. જેમાં નવસારીના ઘણા શિક્ષકો અને આચાર્ય પણ જોડાયેલ. આ સંસ્‍થાના સ્‍ટોલ પર બાળકોના ચારિત્ર્ય ઘડતરની પુસ્‍તકો વધુ જોવા મળી.ઓએસીસીસ સંસ્‍થા સયાજી વૈભવ સાથે જોડાયેલ સંસ્‍થા. નવભારત સાહિત્‍ય સંસ્‍થા ગુજરાતી સાહિત્‍યના વૈવિધ્‍ય પૂર્ણ વિષયના અગ્રગણ્‍ય લેખકોના પુસ્‍તકો પ્રકાશિત કરતી પ્રકાશન સંસ્‍થા જે પ્રતિષ્ઠિત લેખકોના પુસ્‍તકો 50 વર્ષથી પ્રકાશિત કરી રહી છે. નેશનલ બુક ટ્રસ્‍ટના સ્‍ટોલ પર મનોરંજન અને પ્રેરણાત્‍મક પુસ્‍તકોનો ખડકલો જોવા મળ્‍યો હતો. કિંમતની દ્રષ્ટિએ સૌને પરવડે એવી પુસ્‍તકો નેશનલ બુક ટ્રસ્‍ટ પાસે ઉપલબ્‍ધ હતી. યજ્ઞ પ્રકાશન પાસે જીવનમૂલ્‍યો પર આધારિત પુસ્‍તકો વધુ હતી. સયાજી વૈભવના સંસ્‍થાના કાર્યકરોની મેહનત, સુબોદ્ધ આયોજન તેમજ પુસ્‍તક પ્રદર્શનમાં ભાગ લીધેલ અન્‍ય સંસ્‍થાઓના સાથ સહકારથી પુસ્‍તકમેળાનું આયોજન સફળ અને સરાહનીય રહ્યું હતું.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી

vartmanpravah

આંબોલીમાં રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા વિનામૂલ્‍યે આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

દમણની જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્‍થા દ્વારા નવનિયુક્‍ત બ્‍લોક રિસોર્સ કો-ઓર્ડિનેટર, ક્‍લસ્‍ટર કો-ઓર્ડિનેટર અને બ્‍લોક રિસોર્સ પર્સન માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ આંતર પોલીટેકનીક ચેસની સ્‍પર્ધામાં પરીયાની ટીમ વિજેતા

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનનો સંઘપ્રદેશમાં આન બાન શાનથી આરંભ

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ખાનવેલમાં સ્‍વચ્‍છતા હી સેવા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment