July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં 14034 કેસનો નિકાલ, રૂ.10.96 કરોડનું સમાધાન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અદાલતોમાં પેન્‍ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે ક્રિમીનલ કંપાઉન્‍ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ અન્‍વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્‍માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઈ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિત દાવા વિગેરે મળી કુલ-1697 કેસો લોક અદાલતનાં મુકવામાં આવ્‍યા હતા. સ્‍પેશ્‍યલ સીટીંગ ઓફ મેજીસ્‍ટ્રેટમાં ફક્‍ત દંડ ભરી નિકાલ થઈ શકે તેવા ફોજદારી કેસો કુલ 8650 મુકવામાં આવ્‍યા હતા. બેન્‍ક-ફાયનાન્‍સ કંપનીનાં? વસુલાતનાં કેસો, વિજ બીલનાં વસુલાતનાંકેસો, ટેલિફોન-મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ વસુલાતનાં કેસો વિગેરે મળી કુલ 16,216 પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્‍યા હતા. જે પૈકી લોક અદાલતમાં સમાધાનપાત્ર પેન્‍ડિંગ કુલ 778 કેસો, સ્‍પેશ્‍યલ સીટીંગ કેસો કુલ 7022 અને પ્રિ-લીટીગેશનનાં કુલ 6234 મળી કુલ 14034 કેસો નિકાલ કરવામાં આવ્‍યા હતા, જેમાં કુલ રૂ.10,96,99,275/-નું સમાધાન કરવામાં આવ્‍યું હતું. આ લોક અદાલતમાં વલસાડ જિલ્લાનાં પક્ષકારો, તેમજ વકીલોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઈ લોક અદાલતને સફળ બનાવી હતી.

Related posts

વાપી જીઆઇડીસીની બાયર કંપનીમાં ગેસ લીકેજ અંગે ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

બુલેટ ટ્રેન, એક્‍સપ્રેસ હાઈવે, ગોલ્‍ડન કોરીડોર જેવા મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ્‍સથી વલસાડ જિલ્લો-સંઘ પ્રદેશ ચંગા ચંગા

vartmanpravah

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે વાપી ગુંજન ટ્‍વિન સીટી હોસ્‍પિટલ ખાતે ટી.બી. દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી

vartmanpravah

સેલવાસની એસબીઆઈના ગ્રાહક સાથે થયેલી સાયબર છેતરપીંડી કેસમાં બે આરોપીઓની યુ.પી.થી કરાયેલી ધરપકડ

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના 285 કેસ નોધાયાં : 1470 ઍકટિવ કેસ

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ

vartmanpravah

Leave a Comment