October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ  દાનહ જિલ્લા પ્રશાસને સીલી ચોકીપાડામાં સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો ઉપર ફેરવેલું બુલડોઝર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલીના સીલી ગામના ચોકીપાડામાં સરકારી જમીન પર કેટલાક લોકોએ 9 જેટલી દુકાનો, 3 રૂમ અને 1 પતરાંનો શેડ બનાવી ગેરકાયદેસર કબ્‍જો કર્યો હોવાનુંપ્રશાસનના ધ્‍યાનમાં આવ્‍યું હતું. જેને સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્‍વ હેઠળ દાદરા નગર હવેલીના કલેક્‍ટરશ્રીના દિશા-નિર્દેશ અનુસાર સેલવાસ મામલતદારની ટીમે સ્‍થળ ઉપર પહોંચી જેસીબી મશીન દ્વારા ગેરકાયદેસર તાણી બાંધેલ બાંધકામોને ધ્‍વંસ્‍ત કરી દીધા હતા. પ્રશાસન દ્વારા ઘણી વખત જાહેર જનતાને અનુરોધ કરાય છે કે સરકારી જમીન, પ્‍લોટ, કોતર અને નહેરો તથા વિવિધ સરકાર હસ્‍તકની જગ્‍યા ઉપર ગેરકાયદેસર અતિક્રમણ નહીં કરે અને જો કોઈએ પણ અતિક્રમણ કર્યું હોય તો જાતે જ એને હટાવી દે, નહિ તો પ્રશાસન દ્વારા તેને હટાવી દેવામાં આવશે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

ઉમરગામ જીઆઈડીસીના અધિકારીઓની સામે આવેલી ઈરાદાપૂર્વકની નજર અંદાજ કરવાની નીતિ

vartmanpravah

બાલદામાં થયેલ બુલેટ અને કાર વચ્‍ચે અકસ્‍માતની 22 દિવસ બાદ ફરિયાદ

vartmanpravah

વલસાડ કોંગ્રેસ કાર્યાલયમાં સોમવારે પ્રેસવાર્તા યોજાઈ

vartmanpravah

લોકસભા સામાન્‍ય ચૂંટણી – 2024 અન્‍વયે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

દીવ સહિત પ્રદેશની તમામ નગરપાલિકાઓમાં કાઉન્‍સિલર બનીને રૂપિયા કમાવાની ભાવના રાખનારાઓના પુરા થયેલા દિવસો

vartmanpravah

થર્ટીફર્સ્‍ટની પૂર્વ સંધ્‍યાએ પારડી પોલીસનો સપાટો

vartmanpravah

Leave a Comment