January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નવી દિલ્‍હીના વિજ્ઞાન ભવન ખાતે દાનહ જિ.પં.ના અધ્‍યક્ષ નિશાબેન ભવર અને સી.ઈ.ઓ. અપૂર્વ શર્માએ પંચાયતી રાજમંત્રીના હસ્‍તે સ્‍વીકારેલો તૃતિય ‘સર્વોત્તમ પંચાયત પુરસ્‍કાર’

દાનહ જિલ્લા પંચાયતે દેશભરની તમામ જિલ્લા પંચાયતો સાથે સ્‍પર્ધા કરી ‘‘નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્‍કાર-શ્રેષ્‍ઠ જિલ્લા પંચાયત”ત્રીજું સ્‍થાન મેળવતાં સમગ્ર સંઘપ્રદેશ માટે બનેલી ગૌરવની ઘટના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.17: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ અને દાનહ જિલ્લા પંચાયતની ટીમ અને જિ.પં. અધ્‍યક્ષ શ્રીમતી નિશાબેન ભવરના અથાક પ્રયાસોથી દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતને રાષ્‍ટ્રીય સ્‍તરે ‘‘નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્‍કાર-શ્રેષ્‍ઠ જિલ્લા પંચાયત” શ્રેણીમાં ત્રીજો પુરસ્‍કાર મળ્‍યો છે.
આજે નવી દિલ્‍હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતના રાષ્‍ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂના અધ્‍યક્ષસ્‍થાને આયોજીત રાષ્‍ટ્રીય પંચાયત એવોર્ડ્‌સના ઉદ્‌ઘાટન સહ પારિતોષિક વિતરણ સમારંભમાં ભારત સરકારના કેન્‍દ્રિય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી શ્રી ગિરિરાજ સિંહના હસ્‍તે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતનો એવોર્ડ જિ.પં. અધ્‍યક્ષ શ્રીમતી નિશાબેન ભવર અને દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારીઅધિકારી શ્રી અપૂર્વ શર્માએ સ્‍વીકાર્યો હતો.
ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં શ્રેષ્‍ઠ પ્રદર્શન કરતી પંચાયતો, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓને ઓળખવા અને સન્‍માનિત કરવા માટે રાષ્‍ટ્રીય પંચાયત પુરસ્‍કાર સમારંભનું વાર્ષિક આયોજન કરવામાં આવે છે.
આ પહેલાં પુરસ્‍કારોની શ્રેણીમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશો માટે વિશેષ ક્‍વોટા રખાતો નથી. પરંતુ આ વર્ષ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશ માટે કોઈ અલગ ક્‍વોટા રખાયો નથી, જેમાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતે દેશભરની તમામ જિલ્લા પંચાયતો સાથે સ્‍પર્ધા કરી ત્રીજું સ્‍થાન મેળવ્‍યું છે જે સમગ્ર સંઘપ્રદેશ માટે ગૌરવની ઘટના બની છે.
આ વર્ષે દાનહ જિલ્લા પંચાયતે પોતાના તમામ ક્ષેત્રમાં કામગીરીને શ્રેષ્‍ઠ બનાવવા માટે વિશેષ પ્રયાસો કર્યા હતા અને ગત વર્ષોમાં રહેલી ત્રુટી તથા ઉણપને સુધારવા વિશેષ કાળજી રાખવામાં આવી હતી. ગ્રામ પંચાયતોની પણ સક્રિય ભાગીદારી સાથે આ પ્રક્રિયા સતત ચાલુ રહેવાના પરિણામમાં ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા પંચાયત પુરસ્‍કાર-2023 અંતર્ગત ‘‘નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત વિકાસ પુરસ્‍કાર-શ્રેષ્‍ઠ જિલ્લા પંચાયત” શ્રેણીમાં ત્રીજો પુરસ્‍કાર દાનહ જિલ્લા પંચાયતને એનાયત કરવામાં આવ્‍યો છે. આ સિદ્ધિ માટે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, જિલ્લાપંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને જનતાના સમર્પણ તથા સખત મહેનતનું યોગદાન રહ્યું છે.

Related posts

વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન આયોજીત ક્રિકેટ મેચ ટુર્નામેન્‍ટનો સમાપન કાર્યક્રમ યોજાયો : શ્રી શ્‍યામ ઈલેવન ફાઈનલ વિજેતા

vartmanpravah

આંબાવાડીમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરતો પોણીયાનો પરણિત યુવાન

vartmanpravah

નવસારી જિલ્લામાં લોકઅદાલતો યોજાઈઃ 15738 કેસોનો નિકાલ કરાયો

vartmanpravah

પારડી પોલીસ, આર.ટી.ઓ., સ્‍કૂલ વાહન ચાલકો અને સ્‍કૂલ સંચાલકો સાથેની સંયુક્‍ત બેઠક મળી

vartmanpravah

શેર માર્કેટમાં રોકાણના નામે મસાટના યુવકે દાદરા નગર હવેલી અને પડોશના ગુજરાતના લોકોને કરોડોનો ચુનો ચોપડી ફરાર

vartmanpravah

બલીઠા ચેકપોસ્‍ટ પાસેથી વેફર-ચીપ્‍સ બોક્ષની આડમાં રૂા.ર.રપ લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

Leave a Comment