June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્‍યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: તાલુકામાં મંગળવારના રોજ ધોધમાર વરસાદ વરસ્‍યા બાદ બે દિવસ છુટા છવાયા ઝાપટા ચાલુ રહ્યા હતા. આ દરમ્‍યાન શુક્રવારના રોજ વહેલી સવારથી જ કાળા દિબાંગ વાદળો સાથેના ઘનઘોરવાતાવરણ વચ્‍ચે વહેલી સવારમાં જ વરસાદનું આગમન થયું હતું. અને આઠેક વાગ્‍યાના બે કલાકમાં જ ધોધમાર વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા. અને માર્ગો પર ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. સારા વરસાદથી તાલુકા મથક ચીખલી તાલુકા સહિત તાલુકાઓમાંથી પસાર થતી કાવેરી નદીની સપાટી નવ ફૂટે પહોંચી હતી. આ ઉપરાંત અંબિકા, કાવેરી, ખરેરા સહિતની લોકમાતાઓ તથા નાવણી નદી, ફૂગરી ખાડી, નીરજ ખાડી, મરકી ખાડી સહિતના સ્‍થાનિક કોતરોમાં પણ પાણીની સપાટી વધવા પામી હતી.
સારા વરસાદથી ખેતરોમાં પણ પૂરતા પ્રમાણમાં પાણીથી કેટલાક વિસ્‍તારમાં ડાંગરની રોપણી પણ ચાલુ થઈ જવા પામી હતી. જોકે મહત્તમ ખેડૂતોનું ધરૂ તૈયાર થતું હોય રોપણી પુરજોશમાં જોવા મળી ન હતી. તાલુકામાં બપોરે બે વાગ્‍યે બાદ વરસાદનું જોર ઘટયું હતું. પરંતુ વાદળો છવાયેલા રહેવા સાથે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. અને વિઝીબિલિટી પણ ઘટતા વાહન ચાલકોએ લાઈટો ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત આવી હતી.
તાલુકામાં સવારે છ વાગ્‍યાથી 8-કલાકમાં 1.92 ઇંચ અને સાંજે ચાર વાગ્‍યે પુરા થતા ચોવીસ કલાકમાં 2.24 ઇંચ વરસાદ સાથે સિઝનનો કુલ વરસાદ 20.08 ઇંચ નોંધાવા પામ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણની સાથે ઉભા થયેલા અનેક પ્રશ્નો…

vartmanpravah

સેન્‍ટર ફોર લર્નિંગ રીસોર્સિસ પૂણેના સહયોગથી દાનહમાં શિક્ષણ વિભાગ દ્વારા સામર્થ્‍ય પહેલ હેઠળ ‘એન્‍હાસ યોર ઈંગ્‍લીશ આઇ’ કાર્યક્રમનો કરાયેલો શુભારંભ

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટીને મળેલા એવોર્ડને પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરતા તપસ્‍યા રાઘવ અને ચાર્મી પારેખ

vartmanpravah

ઘોઘલા આઈટીઆઈના કેમ્‍પસમાં આત્‍મહત્‍યા નિવારણ દિનની ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકામાં ફાયર સેફટી અને મંજૂરી વિના જાહેર માર્ગો પર ઠેર-ઠેર ઉભા કરાયેલા ફટાકડાના સ્ટોલો

vartmanpravah

દાનહના નરોલી ચેકપોસ્‍ટ સ્‍થિત ગાંધાર ઓઇલ રિફાઇનરી ઇન્‍ડિયા લિ. કંપનીના કર્મચારીઓ પગારના મુદ્દે હડતાલ પર ઉતર્યા

vartmanpravah

Leave a Comment