Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દમણના આંટિયાવાડ ખાતે વાપી કોચરવાના માથાભારે શખ્‍સ મિતેશ પટેલ અને સાગરિતોએ એક વ્‍યક્‍તિ ઉપર કરેલો પ્રાણઘાતક હૂમલો

વાપી કોચરવા ગામમાં પોતાને ડોન તરીકે ઓળખાવતા મિતેશ પટેલે ફરિયાદી અનુ.જાતિનો હોવાથી પોતાના બૂટ ઉપર નાક ઘસીને માફી માંગવાનું કહેતા તેનો ઈન્‍કાર કરતા આરોપી અને તેના સાગરિતોએ ધારદાર હથિયારથી કરેલો હૂમલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: દમણનાઆંટિયાવાડ ખાતે વાપીના કોચરવા ગામના માથાભારે અને પોતાને ડોન તરીકે ઓળખાવતા આરોપી મિતેશ પટેલ અને તેમના સાથીઓએ એક વ્‍યક્‍તિ ઉપર પ્રાણઘાતક હૂમલો કર્યો હોવાની ઘટના દમણ પોલીસમાં નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વાપી નજીક કોચરવા ખાતે રહેતા ફરિયાદી કિરીટ પરમારે જણાવ્‍યું હતું કે, બે દિવસ પહેલાં મિતેશ પટેલે કરેલ ફોન ફરિયાદીના મિત્રએ ઉઠાવ્‍યો હતો. તે વખતે મિતેશ પટેલ અને ફરિયાદી કિરીટ પરમારના મિત્ર વચ્‍ચે ફોન ઉપર બોલાચાલી થઈ હતી. આ વાતની માફી માંગવા માટે કિરીટ પરમાર પોતાના મિત્રને લઈને આંટિયાવાડના લક્કી ઢાબામાં આવ્‍યા હતા. મિતેશ પટેલની માંગણી મુજબ કિરીટ પરમારના દોસ્‍તે માફી માંગી હતી. પરંતુ મિતેશ પરમારને બૂટ ઉપર નાક રગડી માફી માંગતો વિડીયો લેવા માટે કહ્યું હતું. જેના ઉપર કિરીટ મના કરી હતી. આ વાતથી ગુસ્‍સે ભરાયેલા મિતેશ પટેલ અને તેના મિત્રોએ કિરીટ અને તેના સાથી ઉપર ધારદાર હથિયારથી પ્રાણઘાતક હૂમલો કર્યો હતો અને ગંભીર ઈજા પહોંચાડી હતી. હૂમલો કર્યા બાદ તમામ હૂમલાખોરો થાર ગાડીમાં ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે મિતેશ પટેલે આ પહેલાં પણ દમણમાં આ પ્રકારની જ મોડસ ઓપરન્‍ડીથી હૂમલો કરેલ હોવાની જાણકારી મળી છે અને હાલ આરોપી તેકેસમાં બેઈલ ઉપર છૂટેલ હોવાની પણ જાણકારી મળી રહી છે.
મળતી માહિતી પ્રમાણે ફરિયાદી અને પીડિત અનુ.જાતિ વર્ગના હોવાથી અનુ.જાતિ અને જનજાતિ અત્‍યાચાર નિવારણ ધારા હેઠળ પણ કેસ નોંધવો જરૂરી બન્‍યો છે. દમણ પોલીસે આઈપીસી 307 તથા આરડબ્‍લ્‍યુ 34 અંતર્ગત મિતેશ પટેલ અને અન્‍ય વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં રખોલી ગ્રામ પંચાયત દ્વારા યોજાયો સ્‍વચ્‍છતા અભિયાન

vartmanpravah

વાપી જકાતનાકા નજીક બલીઠા સર્વિસ રોડ ઉપર બે કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

vartmanpravah

ચીખલીમાં તંત્ર દ્વારા 176-ગણદેવી વિધાનસભાની ચૂંટણી માટે પ્રિસાઈડીંગ ઓફિસર સહિત સ્‍ટાફની નિમણૂક કરી સઘન તાલીમ આપવામાં આવી

vartmanpravah

કપરાડાના કાકડકોપર ખાતે રાષ્‍ટ્રીય પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

આજે સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિ પ્રબુદ્ધ નાગરિકોની સભાને સંબોધશે

vartmanpravah

પારડી જીવદયા ગ્રુપની પ્રશંસનીય કામગીરી: મોડી રાત્રે વલસાડ સુધી જઈ અજગરનું રેસ્‍કયું

vartmanpravah

Leave a Comment