Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચંડ બાઈક રેલી યોજાઈ

કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેનનું ઠેર ઠેર સ્‍વાગત કરતા નગરજનો
ભાજપ સ્‍ટાર પ્રચારકો દ્વારા જ્‍યારે કોંગ્રેસ ગામડામાં છેવાડાના લોકોના ઘરે ઘરે જઈ પ્રચાર કરી રહી હોય જયશ્રીબેનને ઠેર ઠેર મળી રહ્યું છે સમર્થન, જેને લઈ ‘‘કોંગ્રેસ આવે છે” નું સૂત્ર થઈ રહ્યું છે સાર્થક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણ્‍યા ગાઠીયા દિવસો બાકી રહ્યા હોય ધીમે ધીમે વિધાનસભાનું ચિત્ર સ્‍પષ્ટ થઈ રહ્યું છે ત્‍યારે છેલ્લા 20 વર્ષથી વધુ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભાજપ સત્તા પર હોવા છતાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના છેવાડાના વલસાડ જિલ્લામાં વડાપ્રધાને પોતે ખૂબ જ ટૂંકા ગાળામાં બે-બે સભાઓ અને રોડ શો કરવો પડતો હોય જેને લઈ ભાજપનું કેટલી હદે ધોવાણ થયું તેનું ચિત્ર સ્‍પષ્ટ થાય છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન પટેલ પારડીના ગામડે ગામડે છેવાડાના લોકોના ઘરે ઘરે જઈ પ્રચાર કરીરહ્યા હોય અને આ પ્રચાર દરમિયાન તેમને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળતો હોય આ વખતે ‘‘કોંગ્રેસ જીતશે” નું સૂત્ર સાર્થક થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે.
પારડી વિધાનસભા 180 સામાન્‍ય બેઠક પર આ વખતે કોંગ્રેસે આદિવાસી મહિલાને મૂકી ખૂબ મોટો દાવ ખીલ્‍યો હતો તે હવે સફળ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસના ઉમેદવાર આદિવાસી એવા જયશ્રીબેનને ખુબ સમર્થન આ વખતે ગામડે ગામડે તથા વાપી તથા પારડી નગરમાં મળી રહ્યું છે. આમ પણ કેટલાક વખતથી મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારી જેવા અનેક પ્રશ્નોથી ત્રાસી ગયેલી પ્રજા આ વખતે બદલાવ લાવી ફરી એક વખત કોંગ્રેસ તરફ વળી રહી છે.
આજરોજ પારડી નગર ખાતે કોંગ્રેસ દ્વારા એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ખૂબ પ્રચંડ આ બાઈક રેલીમાં ખૂબ મોટી સંખ્‍યામાં નગરના યુવકો જોડાયા હતા. આજની આ કોંગ્રેસની બાઈક રેલી નગરના તમામ વોર્ડમાં જતા સમગ્ર નગરમાં ખુશીની લહેર જોવા મળી હતી અને ઠેર ઠેર બાઈક રેલીમાં ઉપસ્‍થિત વિધાનસભાના ઉમેદવાર જયશ્રીબેનનું સ્‍વયંભૂ સ્‍વાગત નગરજનો કરી રહ્યા હતા. આ સ્‍થિતિ જોતા ખરેખર આ વખતે લોકો બદલાવ લાવશે અને કોંગ્રેસ આવશે એમાં કોઈ બે મત નથી.

Related posts

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સંઘપ્રદેશ ભાજપે વિકાસલક્ષી ગણાવ્‍યું

vartmanpravah

દમણ પોલીસને મળેલી સફળતાઃ ભેંસલોર સ્‍થિત બંધ પીસીએલ કંપનીમાં ચોરી કરનાર આરોપીને ઝડપી પાડયો

vartmanpravah

પારડીના એકમાત્ર સ્‍થાનિક બેદાગ આસિસ્‍ટન્‍ટ સબઈન્‍સ્‍પેક્‍ટરનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં નવરાત્રી દરમિયાન કોઈપણમહિલાને રાત્રે મુશ્‍કેલી જણાય તો પોલીસ ઘરે સુધી પહોંચાડશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના ડેન્‍જર ઝોનમાં શુક્રવારે અધધ… 142 નવા પોઝિટિવ કેસો

vartmanpravah

Leave a Comment