Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના મુખ્ય રસ્તા, બિલ્ડિંગની આગળ-પાછળ, પાર્કિંગ તેમજ એન્ટ્રી-એક્ઝિટ પર સીસીટીવી કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો હુકમ

  • સીસીટીવી ફૂટેજના આધારે ગુનેગારોને પકડવામાં અને ગુનાઓ ડીટેક્ટ કરવામાં સફળતા મળી

  • લોકોના જાનમાલના રક્ષણ અને કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને તેમજ ગુનાઓ બનતા અટકાવવા સીસીટીવી કેમેરા ખુબ જ ઉપયોગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વલસાડ જિલ્લો તથા કેન્દ્ર શાસિત સંઘ પ્રદેશ દમણ અને સેલવાસ ખાતે કેમિકલ્સ, ગારમેન્ટ, પ્લાસ્ટીક, ફાર્માસ્યુટીકલ, પેપર અને જંતુનાશક દવા વિગેરેનું ઉત્પાદન કરતા નાના-મોટા ઔધોગિક એકમો આવેલા છે તેની સાથે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય પણ વિકાસ પામ્યો છે. જેના કારણે વલસાડ જિલ્લામાં પરપ્રાંતીય લોકોની સંખ્યા ખુબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે.
ભુતકાળમાં વલસાડ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા બનેલા મિલકત અને શરીર સબંધી ગુનાઓમાં રાજય બહારની ગેંગ અને ગુનેગારોની ધરપકડ કરી ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ તમામ પ્રકારના મિલકત સંબંધી અને શરીર સબંધી ગુનાની તપાસ દરમ્યાન સ્થાનિક પોલીસ, લોકલ કાઇમ બ્રાંચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ તથા અન્ય શાખા/સ્કવોડ દ્વારા વલસાડ જિલ્લામાં પોલીસ વિભાગ, રેલ્વે વિભાગ, જુદા-જુદા સરકારી વિભાગ, ખાનગી વ્યકિત કે સંસ્થા દ્વારા લગાડવામાં આવેલા સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજનો અભ્યાસ કરી ગુનામાં સંડોવાયેલ વ્યકિતના ફોટોગ્રાફ્સ અને ગુનામાં ઉપયોગમાં લીધેલા વાહનના પ્રકાર અને વાહનના નંબર, ગુનાની મોડસ ઓપરેન્ડીના આધારે જુદી-જુદી ગેંગ કે ગુનેગારની ઓળખ કરી ગુનાઓ ડીટેકટ કરવામાં આવ્યા છે. આમ સી.સી.ટી.વી. કેમેરા ગુનાની તપાસ તથા ગુના શોધવા ખુબ જ ઉપયોગી છે.
સી.સી.ટી.વી. કેમેરા ટ્રાફીક નિયમન અને રોડ અકસ્માત સબંધી ગુનાઓ શોધવામાં ખુબ જ મદદરૂપ થાય છે. રહેણાંક વિસ્તાર, સોસાયટી, બિલ્ડીંગ, શાળા કોલેજ અને શૈક્ષણિક સંસ્થા વિગેરેમાં સિનિયર સિટીઝન, મહિલા, બાળકો અને વિદ્યાર્થીઓ અને લોકોની સુરક્ષા માટે સી.સી.ટી.વી. ખુબ જ ઉપયોગી થઇ શકે તેમ છે. જુદી-જુદી બેન્કો, નાણાંકીય સંસ્થા, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ફુડ ઝોન, કોમર્શિયલ બિલ્ડીંગ, શોપિંગ મોલ, શૈક્ષણિક સંસ્થાઓ, જવેલરી શોપ, શો-રૂમ, પાર્કિંગ પ્લોટ, પાર્ટી પ્લોટ, લગ્ન હોલ, ખાનગી મનોરંજનના સ્થળ વિગેરે સી.સી.ટી.વી. કેમેરા દ્વારા લોકોના માલ મિલકત ઉપર દેખરેખ રાખી નુકશાન થતુ અટકાવી શકાય તેમજ ગુનાહિત પ્રવૃત્તિ ઉપર વોચ રાખી શકાય છે. આમ, વલસાડ જિલ્લામાં લોકોના જાનમાલના રક્ષણ અને કાયદો વ્યવસ્થા સુદ્રઢ બને તેમજ ગુનાઓ બનતા અટકાવવા તથા ગુનાઓ શોધવા માટે સી.સી.ટી.વી. કેમેરા ખુબ જ ઉપયોગી છે. જેથી નીચે જણાવેલી જગ્યા ઉપર જરૂરીયાત મુજબ એન્ટ્રી, એકઝીટ, આવવા જવાના રસ્તા, પાર્કિંગ, મકાન/બિલ્ડીંગના આગળ-પાછળ અને બંને સાઇડ તરફ મુખ્ય રોડ રસ્તા કવર કરે તે રીતે સી.સી.ટી.વી. કેમેરા લગાડવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
જિલ્લામાં બનતા મિલકત અને શરીર સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસને મદદરૂપ થાય તે હેતુ માટે તેમજ જાહેર જનતાની શાંતિ અને સલામતી જાળવવા સારૂ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ. આગ્રેએ ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની ક્લમ-૧૪૪થી મળેલી સત્તાની રૂએ ઉપરોક્ત જણાવેલા પ્રિમાઈસીસ સ્થળે સી.સી.ટી.વી. કેમેરા (વિઝન તથા હાઈ ડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમ કાર્યરત કરવા હુકમ કર્યો છે.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાને દીવ ન.પા.માં મળેલા વિજયની આપેલી જાણકારી 

vartmanpravah

વાપી જીઆઈડીસીની હેરંબા ઈન્ડસ્ટ્રીઝના બંને યુનિટને જીપીસીબીએ ફટકારેલી ક્લોઝર

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠક ઉપર 7 ઉમેદવારો વચ્‍ચે જામનારો જંગઃ ભાજપ-કોંગ્રેસ અને નવસર્જન પાર્ટી સાથે અન્‍ય 4 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં

vartmanpravah

દીવ જિલ્લા ભાજપના અધ્‍યક્ષ તરીકે મોહનભાઈ લકમને સંભાળેલો વિધિવત્‌ અખત્‍યાર

vartmanpravah

દાનહ સમાજ કલ્‍યાણ વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ દ્વારા ‘‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ઉમરગામમાં તાલુકા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

Leave a Comment