September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વ્‍યાજખોરો પ્રત્‍યે વધુ સતર્ક બનતી પારડી પોલીસ

પારડી નગરના વેપારીઓ સાથે બેઠક યોજી સમજ આપતા ડીવાયએસપી એ.કે. વર્મા તથા પી.આઈ. મયુર પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.09: જિલ્લા પોલીસની સૂચના અનુસાર વિના રજીસ્‍ટ્રેશન કે નોંધણી કરાવ્‍યા વિના નાણાં ધીરધારનો ધંધો કરતા વ્‍યાજખોરો અને એનો ભોગ બનનારા વેપારીઓ તથા નાના પાથરણા વાળાઓ પ્રત્‍યે સતર્ક બની આજરોજ પારડી પોલીસે ડીવાયએસપી એ.કે. વર્મા તથા પીઆઈ મયુર પટેલની અધ્‍યક્ષ સ્‍થાને એક બેઠકનું આયોજન પારડી પોલીસ સ્‍ટેશન ખાતે રાખવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં ખૂબ મોટી સંખ્‍યામાં પારડીના વેપારીઓ તથા નાના પાથરણા વાળાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ મયુર પટેલ તથા વલસાડના ડીવાયએસપી એ.કે. વર્માએ તમામ વેપારીઓને આવા બિનઅધિકળત રીતે ધંધો કરતા વ્‍યાજખોરોના મોહજાળમાં ન ફસાઈઅને વ્‍યાજના ખપ્‍પરમાં પોતાની જિંદગી જોખમમાં ન મુકાય એનું સૂચન કર્યું હતું તથા આવા બિનઅધિકળત રીતે ધંધો કરતા વ્‍યાજખોરોના નામો રૂબરૂ ન આપી શકતા હોય તો ફોન તથા અન્‍ય કોઈપણ રીતે પારડી પોલીસનો સંપર્ક કરી આવા નાણા ધિરનારનો ધંધો કરતા વ્‍યાજખરોના નામ જાણ કરવા સૂચન કર્યું હતું.

Related posts

વાપી ઊંઝા એસ.ટી. સિલ્‍પર કોચ રૂટ વાપીથી બંધ કરી એસ.ટી. નિગમે ઓછી આવકને લઈ ધરમપુરથી ચાલુ કર્યો

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ચીખલીની સાદકપોર ગ્રામ પંચાયતનું પ્રકરણ વડી અદાલતમાં : અદાલતે નોટિસ પાઠવી ડીડીઓ, ટીડીઓ, તલાટી અને સભ્‍યોને ગુરુવારે હાજરરહેવાનું ફરમાન કરતા રાજકારણ ગરમાયું

vartmanpravah

દમણ અને દીવમાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ આવેલી સમૃદ્ધિ અને થયેલી પ્રગતિઃ કેતનભાઈ પટેલ

vartmanpravah

દમણની સરકારી પોલીટેકનિક કોલેજમાં સિવિલ એન્‍જિનિયરીંગ વિભાગ દ્વારા ‘એન્‍જિનિયર્સ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે કેન્‍દ્ર સરકાર જ ભાગ્‍યવિધાતા અને એટલે જ ભાજપ હોટફેવરિટ

vartmanpravah

Leave a Comment