(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: માનવ વિકાસ મંત્રાલય દ્વારા 2014 થી સ્વચ્છ ભારત, સ્વચ્છ વિદ્યાલય ‘‘પુરસ્કાર અંતર્ગત સ્વચ્છ વિદ્યાલય” પુરસ્કાર 2021-22 માં શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સલવાવને જિલ્લા કક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર મળેલ છે. આજરોજ તા-20/07/2022 જિલ્લા પંચાયત વલસાડ, રાજીવ ગાંધી હોલ ખાતે યોજાયેલ સમારોહમાં સ્વચ્છ શાળા પુરસ્કાર 2021-22ની ઓવર ઓલ કેટેગરીમાં શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સલવાવને જિલ્લા કક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર મળ્યો હતો. શાળાના ટ્રસ્ટી મંડળ તેમજ શાળા પરિવાર વતી શાળાના આચાર્યાશ્રીમતી દક્ષાબેન પટેલે એવોર્ડ સ્વીકાર્યો હતો. જે બદલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પુરાણી સ્વામી કપિલ જીવનદાસજી સમગ્ર ટ્રસ્ટી મંડળ ડાયરેક્ટર શ્રી ડો.શૈલેષભાઈ લુહાર, હિતેનભાઈ ઉપાધ્યાય તેમજ શાળાનાં તમામ વિભાગના આચાર્યશ્રીઓ અને સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.