January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારીવલસાડ

લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા રાષ્ટ્રપતિ રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા ચીખલીમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.28
લોકસભામાં કોંગ્રેસના નેતા દ્વારા નવનિર્વારિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે અશોભનીય ભાષાનો ઉપયોગ કરાતા તેના વિરોધમાં ભાજપા દ્વારા ચીખલીમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
ભારતનીઅસ્‍મિતાને લાંછન લાગે તેવું કૃત્‍ય આજે લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા દ્વારા કરવામાં આવ્‍યું હતું. કોંગ્રેસના લોકસભાના પક્ષના નેતા અધિર રંજન ચૌધરી દ્વારા પ્રથમ મહિલા આદિવાસી મહામહીમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી માટે રાષ્ટ્રપતિના બદલે રાષ્ટ્રપત્‍ની જેવા અશોભનીય શબ્‍દોનો પ્રયોગ ઈરાદાપૂર્વક કર્યો હતો અને ત્‍યાર પછી તેની ખૂબ ટીકાઓ સંસદમાં થઈ હતી. કારણ કે, કોંગ્રેસ પાર્ટીના નેતા એટલી હદે છકી ગયા છે કે તેઓ આપણાં સર્વોચ્‍ય પદની ગરિમા પણ રાખી નથી શકતા જે બાબત ખુબજ અપમાનજનક છે અને આવા શબ્‍દોનો ઈરાદાપૂર્વક પ્રયોગ કરી આદિવાસી સમાજનું પણ અપમાન કર્યું છે. તેના વિરોધમાં આજે સાંજે 5 કલાકે ચીખલીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ ચીખલી બસ ડેપોની સામે સર્કલ પાસે રાખવામાં આવ્‍યો હતો. આ દરમિયાન ચીખલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને સૂત્રોચ્‍ચાર કરી વિરોધ પ્રદર્શનો કરી કોંગ્રેસની હરકતોને વખોડી હતી.

Related posts

ખેરગામના કાકડવેરી ખાતે સાકાર વાંચન કુટિરનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વાપી હરિયા પાર્કમાં મહાદેવ સેના ઈકો ફ્રેન્‍ડલી શ્રીજી પ્રતિમાની સ્‍થાપના : ગણેશ ઉત્‍સવમાં વિવિધ સામાજીક કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

સેલવાસની પ્રમુખ દર્શન સોસાયટી દ્વારા સાયલી ગ્રાઉન્‍ડ ખાતે ક્રિકેટ મેચ યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવની કલગીમાં એક ઔર યશનો ઉમેરો: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ઉત્‍કૃષ્‍ટ કામગીરી માટે પ્રદેશની બે ખ્‍ફપ્‍ને મળ્‍યો રાષ્‍ટ્રીય નાઈટિંગેલ ફલોરેન્‍સ એવોર્ડ

vartmanpravah

Leave a Comment