October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડેપોની મહિલા કન્‍ડકટરે ઈમાનદારીની મિશાલ જગાવી

વલસાડથી વાપી આવી રહેલી બસમાં ઉડવાડા ઉતરેલી ગરીબ મહિલા 7900 રૂપિયા વાળું પર્સ ભૂલી જતા મહિલા કંડક્‍ટર હેમાંગીબેનએ ડેપોમાં પર્સ જમા કરાવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: આજરોજ સવારે 9.30 વાપી ડેપોની બસ નં.જીજે ઝેડ 3803 વલસાડથી વાપી આવી રહી હતી. જેમાં એક ગરીબ મહિલા નામે ભીખીબેન છનાભાઈ દેવીપૂજક વાપીની ટિકિટ લઈ બેઠા હતા. પરંતુ તેઓ ઉદવાડા ઉતરી ગયા હતા. તેમની પ્‍લાસ્‍ટિકની બેગ તેમજ તેમાં નાનું પોકેટ જેમાં 7900 રૂપિયા હતા. તેઓ અત્‍યંત ચિંતિત બની શીધા વલસાડ ડેપો પહોંચી ગયા. ત્‍યાં સતિષભાઈ વલસાડ ડેપો સ્‍ટેન્‍ડ ઈન્‍ચાર્જ વાપી ડેપોના એ.ટી.આઈ. ધનસુખ પટેલનો સંપર્ક કરતા એક મહિલા કન્‍ડક્‍ટર શ્રીમતી હેમાંગીનીબેન ખાલપભાઈ પટેલ બેઝ નં.6078 દ્વારા વાપી ડેપોમાં જમા કરાવી એક પ્રમાણીકતાનું ઉત્તમ ઉદાહરણ પૂラરુ પાડયું છે. દરરોજ એક ઘરતી બીજે ઘર લોકોની ઘરે ભીખ માંગીને રકમ ભેગી કરેલ હોવાનું ભિખીબેન દ્વારા જણાવતા એમના આંખમાં હર્ષના આંશુ સરી પડયા હતા. વલસાડથી વાપી સુધી ભાડું ન રહેતા વલસાડ ડેપોના સતિષભાઈ, મુકેશભાઈ દ્વારા ભાડું આપી વાપી મોકલી એમનું પાકીટ તથા રૂપિયા એમના વાપી ડેપોના ધનસુખ પટેલ તથા મહિલા કન્‍ડક્‍ટર દ્વારા આપી માનવતા મહેકાવી હતી. જે વલસાડ વિભાગ તથા વાપી ડેપોનું નામ રોશન કરેલ છે.

Related posts

વરસાદની વિદાય સાથે વાપી પાલિકા અને હાઈવે ઓથોરિટીએ રોડ મરામતની પુર ઝડપે કામગીરી હાથ ધરી

vartmanpravah

વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પારડીમાં વિજયા દશમીનો યોજાયેલો કાર્યક્રમ

vartmanpravah

વલસાડ જિલ્લા સંત સમિતિની રચના : હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

સેલવાસ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈઃ કુલ 1668 માંથી 448 કેસોનો કરાયેલો નિકાલ

vartmanpravah

ચીખલી પોલીસે ચોરીના 49 જેટલા મોબાઈલ સાથે બે જેટલા યુવકોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર રેતી ડમ્‍પર ચાલકે બે કારને ટક્કર મારી સદનસીબે કાર સવાર બે પરિવારોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

Leave a Comment