April 24, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વલસાડના સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટ ખાતે અનુબંધમ પોર્ટલ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

વલસાડઃ તા. 24: વલસાડના સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા જિલ્લા રોજગાર કચેરી તેમજ મોડેલ કેરીયર સેન્‍ટરના સહયોગથી અનુબંધમ પોર્ટલ અંતર્ગત માહિતી અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સેમિનારમાં રોજગાર કચેરીના દિપેશભાઈ ભોયાએ રોજગાર કચેરી દ્વારા પુરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી. રોજગાર વિભાગ દ્વારા વર્તમાન સમયમાં ચાલુ કરેલા અનુબંધમ પોર્ટલ ઉમેદવારો કેવી રીતે પોતાનું રજિસ્‍ટ્રેશન કરાવી શકે તેની સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી અને આ નોંધણી માટે કયા-કયા ડોકયુમેન્‍ટની જરૂર રહેશે તે અંગે પણ સમજણ આપી હતી. રોજગાર કચેરીના કેતનભાઈ ચાંપાનેરીએ ઉમેદવારોને કારકિર્દી ઘડતરમાં અનુબંધમ પોર્ટલ કેવી રીતે ઉપયોગી નીવડી શકે તેની સચોટ જાણકારી આપી હતી. સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટ યુવાનોને કૌશલ્‍યવાન બનાવી રોજગારી મેળવવા અને પગભર થવા માટે મદદરૂપ થાય છે તે બદલ ઉપસ્‍થિત અધિકારીઓએ તેમની કામગીરીની બિરદાવી હતી.
આ સેમિનારને સફળ બનાવવા સફલ ચેરીટેબલ ટ્રસ્‍ટના પારૂલ ગજ્જર, ફરહા શેખ, અને કેફિસાબેન મુલાતાનીનો સહયોગ પ્રાપ્‍ત થયો હતો.

Related posts

મિત્ર ના લગ્નમાં જતો પલસાણાનો યુવાન હાઈવે પર કચડાયો: અજાણ્‍યા વાહને ટકકર મારતા ફંગોળાયેલા યુવક પર બીજા કેટલાય વાહનો ફરી વળ્‍યા

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

મોટી દમણ આંબાવાડી ખાતે મીટનાવાડના રામ મંદિરના દર્શનથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે પ્રચારના કર્યા શ્રીગણેશ

vartmanpravah

ધરમપુરમાં‘મહેકે માતૃભાષા’ અંતર્ગત કવિ સંમેલન સાથે માતૃભાષા મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

આખું દમણ જળમગ્નઃ અનરાધાર વરસાદ સામે વ્‍યવસ્‍થા તંત્ર લાચાર

vartmanpravah

દીવના ઘોઘલા બીચ ઉપર G20 નો લોગો સેન્‍ડ આર્ટથી બનાવાયો

vartmanpravah

Leave a Comment