સાંસદ ધવલભાઈ પટેલ અને ધારાસભ્યના પ્રતિનિધિ મંડળે દિલ્હીમાં કરેલી રજૂઆત
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સકારાત્મક નિકાલની આપેલી ખાતરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: કેન્દ્રીય રોડ પરિવહન મંત્રાલય દ્વારા ટોલ ટેક્સમાં કરવામાં આવેલ વધારાના કારણે વલસાડના બગવાડા ટોલનાકા ખાતે વિશેષ કરીને સ્થાનિક લોકોને પડી રહેલી અગવડતા સંદર્ભે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતોને પગલે સાંસદ શ્રી તેમજ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીજીને દિલ્હી સ્થિત એમની કચેરીએ રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી હતી જે સંદર્ભે કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા સકારાત્મક અભિગમ દાખવી આ પ્રશ્ને નિકાલ લાવવાની ખાતરી આપીહતી.
આ તબક્કે ડાંગ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાંવીત, ડાંગ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી હરિરામભાઈ સાવંત, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા.