October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સાદડવેલ ગામે કાર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બાઈક સવારનું સ્‍થળ ઉપર મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા07: સાદડવેલ ગામે કાર અને બાઈક વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બાઈક સવારનું સ્‍થળ ઉપર મોત નીપજ્‍યું હતું.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના સાદડવેલ ગામના વાવ ફળીયા ખાતે રહેતા દીપકભાઈ રમણભાઈ ધો.પટેલ (ઉ.વ.45) જે પોતાના કબ્‍જાની સ્‍પ્‍લેન્‍ડર મો.સા નં.જીજે-21-કયું-6029 ઉપર દીકરી જૈમીનીબેનની તબિયત સારી ન હોય જેને લઈને સવારના 11 વાગ્‍યાના સમય દરમ્‍યાન રાનકુવા ખાતે આવેલ હોસ્‍પિટલમાં જઈ રહ્યા હતા. દરમ્‍યાન સાદડવેલ ચોક્કસર ફળિયા પાસે સ્‍કોડા રેપીડ કાર નં.જીજે-21-સીએ-2086 ના ચાલકે પોતાના કબ્‍જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી આવતી બાઈકને ટક્કર મારતા અકસ્‍માતમાં પિતા-પુત્રીને ગંભીર ઈજા થતાં પિતા દિપક રમણભાઈ ધો.પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્‍થળ ઉપર જ મોત નીપજ્‍યું હતું. જ્‍યારે બાઈકની પાછળની સીટ ઉપર બેસેલ જૈમીનીબેન ધો.પટેલને બંને પગમાં ફેક્‍ચર થતા સારવાર અર્થે ચીખલી ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી.બનાવ અંગેની ફરિયાદ વિભાશું દીપકભાઈ ધો.પટેલે આપતા પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ રાનકુવા ચોકીના પીએસઆઈ-પી.વી.વસાવા કરી રહ્યા છે.

Related posts

દાનહમાં પ્રથમ વખત કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ મહિલા ક્રિકેટ ટીમનું લોકાર્પણ કરશે

vartmanpravah

વાપી રોફેલ એમ.બી.એ. કોલેજમાં સમન્‍વય 2021-22 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્‍કળતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા) દ્વારા વાપી ખાતે ભવ્‍ય શોભાયાત્રા નિકળી

vartmanpravah

વલસાડ જિલ્લા નાયબ માહિતી નિયામક તરીકે ભાવનાબેન વસાવાએ વિધિવત ચાર્જ સંભાળ્‍યો

vartmanpravah

દાનહ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે NPCIL DAE આઈકોનિક વીકની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment