October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ કાયમ સિન્‍થેટીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ઘુસેલા અજગરને ચાર વ્‍યક્‍તિઓએ મારી નાંખતા વન વિભાગે કરેલી ધરપકડ : અજગરને મારી નાંખનાર ચારેય આરોપીઓને 23ઓક્‍ટોબર સુધીની જ્‍યુડિશિયલ કસ્‍ટડી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલીની એક કંપનીમાં ઘુસેલા અજગરને ચાર વ્‍યક્‍તિઓએ મારી નાંખતા તેઓ સામે દાનહ વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાનહ વન વિભાગના અધિકારીને મળેલ જાણકારી અનુસાર કાયમ સિન્‍થેટીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં ચાર વ્‍યક્‍તિઓ (1)ધર્મેન્‍દ્રકુમાર યાદવ, (2)રમેશ પ્રજાપતિ, (3)સોટક નવા થરુ અને (4)બિરૂ શર્મા જેઓ મસાટ ગામના રહેવાસી છે. તેઓએ અજગરને જોતા લાકડાના ફટકા મારી, મારી નાખ્‍યો હતો. અજગરને મારી નાંખવાના ગુનામાં વાઈલ્‍ડ લાઈફ પ્રોટેક્‍શન એક્‍ટ-1972ની કલમ 9 અને 51 મુજબ ચારેય વ્‍યક્‍તિઓ (1)ધર્મેન્‍દ્રકુમાર યાદવ, (2)રમેશ પ્રજાપતિ,(3)સોટક નવા થરુ અને (4)બિરૂ શર્મા વિરૂદ્ધ ફરિયાદ નોંધી કોર્ટમાં રજૂ કરાતા આરોપીઓને 23ઓક્‍ટોબર સુધીની જ્‍યુડિશિયલ કસ્‍ટડી આપવામાં આવી છે.
વન વિભાગના અધિકારીના જણાવ્‍યા અનુસાર સરીસૃપોને મારી નાંખવું એ વાઈલ્‍ડ લાઈફ પ્રોટેક્‍શન એક્‍ટ મુજબ ગુનો બને છે અને અજગર એ પ્રથમ શ્રેણીમાં આવતું સરીસૃપ છે. જેથી જે કોઈને પણ કોઈપણ પ્રજાતિનો સાપ(સરીસૃપ પ્રાણી) જોવા મળે તો તાત્‍કાલિક વન વિભાગનો સંપર્ક કરવો જેથી સરિસૃપને બચાવી શકાય.

Related posts

દમણવાડાની બાળગંગાધર તિલક શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવ શિક્ષકોને એક ચિનગારી બની વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્‍તિ ખિલવવા તણખો બનવા ડેપ્‍યુટી કલેક્‍ટર રાહુલ દેવ બુરાની સલાહ: શાળામાં ટોપ રહેલા બાળકોને સન્‍માનિત કરાયા

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી પ્રા. શાળામાં શિક્ષક દિવસની ઉસ્‍તાહ પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

ગુજરાત નેવલ એરિયાના ફલેગ ઓફિસર રિયલ એડમિરલ પુરૂવીર દાસે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નરોલીમાં નશાની હાલતમાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી બાબતે પરિવારના સભ્‍યોએ માર મારતા નિપજેલા મોતના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા રદ કરતા વલસાડ યુવા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અભિયાન શાળા પ્રવેશોત્‍સવ

vartmanpravah

Leave a Comment