December 1, 2025
Vartman Pravah
ગુજરાતવાપી

વાપીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિમાં સપ્તાહમાં વધુ બે બસ દોડશે

વાપી ડેપોથી સવારે 7:15 કલાકે બસ ઉપડશે : વલસાડ-અંકલેશ્વર-રાજપિંપળા થઈ જશે : સાંજે 5:30 કલાકે વાપી આવવા નિકળશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12 ગુજરાત અને દેશભરના સહેલાણીઓ માટે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ ભારે આકર્ષણ જમાવી રહ્યું છે. તેથી મુસાફરોની માંગણી અનુસાર વાપી ડેપો દ્વારા વાપીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ માટે સપ્તાહમાં શનિ-રવિએ વધુ બે બસ કાર્યરત કરવામાં આવી છે.
વાપી ડેપોથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ જવા માટે બસ સવારે 7:15 કલાકે ઉપડશે. આ બસવલસાડ, સુરત, અંકલેશ્વર રાજપિંપળા થઈ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ પહોંચશે, ત્‍યાંથી સાંજે 5:30 કલાકે બસ વાપી આવવા ઉપડશે તે મોડી રાતે વાપી આવી પહોંચશે. વલસાડ જિલ્લાના સ્‍થાનિક ટુરિસ્‍ટ અને સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નિરંતર સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિના પ્રવાસો યોજાતા રહે છે. તેથી વધુ એસ.ટી. બસ સેવાની મુસાફરો દ્વારા વારંવાર માંગ ઉઠતા વાપી ડેપો દ્વારા વધુ બે ટ્રીપ શનિ-રવિ એ સપ્તાહમાં બે વાર કાર્યરત કરી દેવાઈ છે. તેવુ જાણવા મળ્‍યુ છે.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે ‘‘વિદ્યારંભ” કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

ગણતરીના કલાકોમાં પલસાણા ચોરીનો ભેદ ઉકેલતી એસ.ઓ.જી.

vartmanpravah

વાપી જીઆઈડીસીની કંપનીમાંથી ૧૮૦ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

vartmanpravah

સિનિયર સિટીઝન કાઉન્‍સીલ વાપી દ્વારા પદ્મશ્રી ગફુલચાચાનો ઉજવાયેલ જન્‍મ દિવસ

vartmanpravah

ધી લેડી વિલ્‍સન મ્‍યુઝિયમ ધરમપુર ખાતે વિશ્વ મહાસાગરો દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

એક મહિના પહેલાં વલસાડ માલવણમાં ડિકમ્‍પોઝ હાલતમાં મળેલી મહિલાની લાશનો હત્‍યાનો ભેદ ખુલ્‍યો

vartmanpravah

Leave a Comment