July 17, 2026
Vartman Pravah
Other

દમણમાં ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ-2022’માં ભાગ લેવા માટે અંડર 19 ફૂટબોલ ગર્લ્‍સ ટીમની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.12: ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ (ધ્‍ત્‍ળ્‍ઞ્‍)ની 5મી આવૃત્તિ, 31 જાન્‍યુઆરીથી 11 ફેબ્રુઆરી, 2023 દરમિયાન મધ્‍ય પ્રદેશમાં યોજાવાની છે. જેમાં દેશભરમાંથી અંડર 19ના ખેલાડીઓ માટે 27 રમતગમત સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં કેન્‍દ્રશાસિતપ્રદેશની અંડર 19 ફૂટબોલ ગર્લ્‍સ ટીમને એન્‍ટ્રી મળી છે.
આ સંદર્ભે, કેન્‍દ્રશાસિત પ્રદેશ પ્રશાસનના યુવા બાબતો અને રમતગમત વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદના માર્ગદર્શન હેઠળ અને રમતગમત વિભાગના નિયામક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી આજે દમણમાં સંઘ કક્ષાની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કેન્‍દ્રશાસિત પ્રદેશના ત્રણેય જિલ્લા દાદરા નગર હવેલી, દમણ અને દીવમાંથી 70 ફૂટબોલ ગર્લ્‍સ ખેલાડીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સમાં કેન્‍દ્રશાસિત પ્રદેશની ટીમના પ્રદર્શનને વધારવા માટે યુવા બાબતો અને રમતગમત વિભાગ ટૂંક સમયમાં પસંદ કરાયેલા ખેલાડીઓ માટે એડવાન્‍સ ટ્રેનિંગ કેમ્‍પનું આયોજન કરશે.

Related posts

દમણવાડાની સરકારી હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં ‘‘ભારતીય ભાષા ઉત્‍સવ”નું થયું સમાપનઃ વિદ્યાર્થીઓને ઈનામો વિતરીત કરાયા

vartmanpravah

બિહારના મુખ્‍યમંત્રી નીતીશ કુમાર ભ્રષ્‍ટાચારના વિરૂદ્ધ ઝીરો ટોલરન્‍સની નીતિ ધરાવતા સમગ્ર દેશમાં એકમાત્ર નેતાઃ ધર્મેશસિંહ ચૌહાણ, દાનહ-દમણ-દીવ પ્રદેશ જનતાદળ(યુ) પ્રમુખ

vartmanpravah

વિક્રમ સંવત ૨૦૮૧નું વર્ષ દાનહ અને દમણ-દીવ માટે સર્વાંગી વિકાસની દૃષ્ટિઍ નિર્ણાયક રહેશે

vartmanpravah

સેલવાસનાઆમલી વિસ્‍તારમાં દૂકાનોની બહાર ઉતારવામાં આવેલ ક્રેટમાંથી દૂધ ચોરી જવાની ઘટના સીસીટીવી કેદ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ઓળખ મૂલ્‍યાંકન – રાજ્‍ય શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર અને ડૉ. એપીજે અબ્‍દુલ કલામ કોલેજ દ્વારા જિલ્લા સ્‍તરીય યુવા ઉત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment