September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

મુંબઈથી પેસેન્‍જરો સાથે દારૂ લઈ જતી લક્‍ઝરી બસ બગવાડા હાઈવે પર ઝડપાઈ

પોલીસે બસ ચેકિંગ માટે ઉભી રાખતા જ બસ ચાલક થયો ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12 આમંત્રણ ટ્રાવેલ્‍સ નામની લકઝરી બસ નંબર જીજે 14 એક્‍સ 9966 માં મુંબઈથી પેસેન્‍જરો બેસાડી ભાવનગર નીકળી હોય અને તેમાં દારૂનો જથ્‍થો હેરાફેરી થઈ રહી હોવાની બાતમી પારડી પોલીસને મળતા પારડી બગવાડા ને.હા. નં. 48 પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન બસ આવતા પોલીસે અટકાવી હતી અનેઆ બસની અંદર તપાસ કરતાં તેનો ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો અને ક્‍લીનર પાસે ડીકી ખોલાવી ચેક કરતા તેમાથી વિદેશી દારૂની બોટલ નંગ 73 જેની કિંમત રૂા.1,46,000/- મુદ્દામાલ મળી આવતા પોલીસે કાર્યવાહી કરવા મુસાફરો સાથે બસ પોલીસ મથકે લઈ આવવા પડી હતી. જેને લઈ બસમાં બેસેલા મુસાફરો અટવાઈ પડ્‍યા હતા. આ અંગે પોલીસે બસ માલિકનો સંપર્ક કરી મુસાફરો માટે વ્‍યવસ્‍થા કરવા જણાવ્‍યુ હતું અને પારડી પોલીસે રૂા.15,00,000ની બસ અને રૂા.1,46,000નો દારૂ કબજે લઈ ભાગી છૂટેલા બસ ડ્રાઈવર રઘુ ધીરુભાઈ ભાલીયા રહે.ભાવનગર જેસર વિરુધ્‍ધ ગુન્‍હો નોંધી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી દ્વારા 10454 એકમોની તપાસ, 561 એકમો સામે કાર્યવાહી

vartmanpravah

વાપી જીઆઈડીસી ભીડભંજન દેરાસરમાં પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરાઈ

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છતા પખવાડીયા ઉજવણીનો સાનદાર પ્રારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

સરપંચ શંકરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત કડૈયા ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભા

vartmanpravah

વ્‍યાજખોરી ચુંગાલમાંથી સમાજને બચાવવા જિલ્લા પોલીસે યોજેલ લોન ધિરાણ માર્ગદર્શન કેમ્‍પમાં 764 અરજી મળી

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં માલધારી સમાજ દૂધ વિતરણ કરશે નહી : રાજ્‍ય સ્‍તરે 21 સપ્‍ટેમ્‍બરે દૂધ નહિ વેચવાનો નિર્ણય લેવાયો છે

vartmanpravah

Leave a Comment