Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં થર્ડ મેન ઓફ મિસ્‍ટર વલસાડ બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધામાં હિતેશ પટેલ ગોલ્‍ડ, કરણ ટંડેલ સિલ્‍વર મેડલ વિજેતા

જુનિયર-સિનિયર બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધામાં 100 થી વધુ બોડી બિલ્‍ડરોએ ભાગ લીધો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12 વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલા આર.પી.એફ.ગ્રાઉન્‍ડ ઉપર થર્ડ મેન ઓફ સ્‍ટીલ મિસ્‍ટર વલસાડ અને બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કોમ્‍પિટિશનમાં 100 થી વધુ બોડી બિલ્‍ડરોએ ભાગ લીધો હતો.
વલસાડની રાણા જીમના ઓનર આરિષ રાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ મિસ્‍ટર વલસાડ 2022-23 બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધામાં જુનિયર-સિનિયર 100 થી વધારે બોડી બિલ્‍ડરોએ ભાગ લીધો હતો. જેમાં હિતેશ પટેલ સિનિયર મેન ફિઝીક્‍સમાં 170 સી.એમ. કેટેગરીમાં ગોલ્‍ડ મેડલ સાથે ચેમ્‍પિયન ઓફ ચેમ્‍પિયનનો ખિતાબ વિજેતા બન્‍યો હતો. જ્‍યારે કરણ ટંડેલ બોડી બિલ્‍ડીંગ 55 કે.જી.માં સિલ્‍વર મેડલ વિજેતા બની વલસાડનું ગૌરવ વધાર્યું હતું. ટ્રેનર આશિષભાઈ રાણાએ બન્ને વિજેતાઓને સિધ્‍ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

પારડીના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાતા લોકો કરીરહ્યા છે હાલાકીનો સામનો

vartmanpravah

પારડી સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ફરી વળ્‍યા ઘૂંટણ સમા પાણી

vartmanpravah

દાનહમાં દિવસે દિવસે વધી રહેલો રખડતા પશુઓનો વધેલો ત્રાસઃ સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે યોગ્‍ય કાર્યવાહી માટે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

દમણઃ મરવડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે કારનો પીછો કરી 250 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍તો પકડયો

vartmanpravah

Leave a Comment