(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૩૦ : ‘પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકા દ્વારા કર્મચારીઓ માટે ઍક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેલવાસ નગરપાલિકા દ્વારા આ વર્ષે ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ના સ્વતંત્ર ભારત, ઈમાનદારી સાથે આત્મનિર્ભરતા વિયષ ઉપર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સîગ્રામ શિંદે દ્વારા ન.પા.ના કર્મચારીઓને પાલિકા કચેરી પર શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં સેલવાસ નગરપાલિકાઍ દરેક નાગરિકને શહેરને ‘સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત શહેર’ બનાવવાના યાસમાં સહયોગની અપીલ કરી હતી. આ સપ્તાહ આજે ૩૦મી ઓક્ટોબરથી આગામી ૫ નવેમ્બર, ૨૦૨૩ સુધી ચાલશે.
Previous post